હમાસ સાથેના યુદ્ધ વચ્ચે ઇઝરાઇલના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ ગયું છે. આ માટે ભારત સરકારે ‘ઓપરેશન અજય’ શરૂ કર્યું છે. આ ઓપરેશન અંતર્ગત ઇઝરાઇલના બેન ગુરિયન એરપોર્ટથી ૨૧૨ ભારતીયોને લઈને પ્રથમ ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. ઇઝરાઇલના સમય અનુસાર ભારતીય નાગરિકોથી ભરેલી આ ફ્લાઈટ બેન ગુરિયન એરપોર્ટ પરથી રાત્રે ૯ વાગે ઉડાન ભરી હતી.
આ ફ્લાઈટમાં ૨૧૨ મુસાફરોને લઈને એર ઈન્ડિયાનું વિમાન શુક્રવારે સવારે લગભગ ૬ વાગ્યે દિલ્હી પહોંચ્યું છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે દિલ્હી એરપોર્ટ પર ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું છે. ઇઝરાઇલ અને હમાસ વચ્ચે શરૂ થયેલા યુદ્ધ બાદ ઇઝરાઇલમાં ફસાયેલા લોકોની મદદ માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ૭ ઓક્ટોબરે યુદ્ધ શરૂ થયા પછી એર ઇન્ડિયાએ તાત્કાલિક અસરથી ઇઝરાઇલથી તેની તમામ ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી,
ભારતીય નાગરિકો ઇઝરાઇલમાં અટવાઇ ગયા હતા, જેમને ભારત પરત ફરવું પડ્યું હતું. સૌથી મહત્વની વાત એ છે કે ઓપરેશન અજય હેઠળ ભારત સરકાર ઇઝરાઇલથી જે લોકોને લાવી રહી છે તેમની પાસેથી કોઈપણ પ્રકારનું ભાડું લેવામાં આવી રહ્યું નથી. તમને જણાવી દઈએ કે ઇઝરાઇલમાં લગભગ ૧૮ હજાર ભારતીય મૂળના લોકો રહે છે.
આ પણ વાંચો :-