આ શ્રેણીમાં આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. 15 નવેમ્બરના રોજ રિલીઝ થયેલી એકતા કપૂર નિર્મિત અને વિક્રાંત મેસી તથા રાશિ ખન્ના સ્ટારર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ હાલ ચર્ચામાં રહે છે. આ ફિલ્મ 2002ના ગોધરાકાંડ પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ઉપરાંત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફિલ્મ-પ્રોડ્યુસર એકતા કપૂર અને પીઢ અભિનેતા જિતેન્દ્ર સાથે પણ મુલાકાત કરશે.
આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. દરમિયાન, ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસી 19 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આજે સીએમ યોગી આદિત્યનાથ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને અન્ય નેતાઓ હાજર હતા. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે.
સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે: PM મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ‘ધ સાબરમતી રિપોર્ટ’ની પ્રશંસા કરી હતી. વડાપ્રધાને એક યુઝરના ટ્વીટ પર રી-ટ્વીટ કર્યું છે. આ ટ્વીટ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પર હતું. ‘સત્ય સામે આવે જ છે…’-પીએમ મોદી. તેમણે કહ્યું, “સારી વાત છે કે સત્ય બહાર આવી રહ્યું છે, એ પણ એવી રીતે કે સામાન્ય લોકો પણ એને જોઈ શકે. ખોટા ખ્યાલ થોડા સમય માટે જ ટકી શકે છે, આખરે તથ્યો બહાર આવે છે .
હોટલ અશોકના ઓપન થિયેટરમાં ફિલ્મનો સ્પેશિયલ શો યોજાયો હતો. આ ફિલ્મના પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ વખાણ કર્યા છે. આ ફિલ્મ સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવાની ઘટના પર આધારિત છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે. આજે સીએમ યોગી આદિત્યનાથે આ ફિલ્મ જોયા બાદ તેની પ્રશંસા કરી છે. આ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય પણ આ ફિલ્મ જોઈ ચૂક્યા છે. આ ફિલ્મને ગુજરાત અને છત્તીસગઢમાં પણ ટેક્સ ફ્રી કરવામાં આવી છે.
આ પણ વાંચો :-