The biggest benefit
- ભારતીય રેલ્વે દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરી છે. આ આંકડો ગત નાણાકીય વર્ષ કરતાં લગભગ 49,000 કરોડ વધુ છે. રેલ્વે મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ અંગે જણાવવામાં આવ્યું છે.
ભારતીય રેલ્વેને (Indian Railways) લઈ સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ટ્રેનમાં મુસાફરી (Traveling by train) કરતાં લોકો માટે ખુશખબરી લઈને આવ્યા છે. છેલ્લા એક વર્ષમાં રેલ્વેને (Railway) ધરખમ આવક થઈ છે. ભારતીય રેલ્વે દ્વારા સત્તાવાર આંકડાઓ જાહેર કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. ભારતીય રેલ્વેએ (Indian Railways) નાણાકીય વર્ષ 2022-23માં 2.40 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બ્રેક આવક કરી છે.
આ આંકડો ગત નાણાકીય વર્ષ કરતાં લગભગ 49,000 કરોડ વધુ છે. રેલ્વે મંત્રાલય તરફથી એક નિવેદન જાહેર કરીને આ અંગે જણાવવામાં આવ્યું છે. રેલ્વેની આવકમાં વધારો થયા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે અશ્વિની વૈષ્ણવ ફરી એકવાર સીનીયર સીટીઝનને રેલ્વે ભાડામાં છૂટ આપી શકે છે.
રેલ્વે મંત્રાલય દ્વારા જે માહિતી શેર કરવામાં આવી છે તે અનુસાર 2022-23માં રેલ્વેની આવક વધીને 1.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં લગભગ 15 ટકા વધુ છે. ભારતીય રેલ્વેની પેસેન્જર આવક વાર્ષિક ધોરણે 61 ટકા વધીને 63,300 કરોડ સુધી પહોંચી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ત્રણ વર્ષ બાદ ભારતીય રેલ્વે તેના ખર્ચને પહોંચી વળવામાં સફળ રહી છે.