HomeSurat Cityસુરતમાં ફ્રોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માહોલ ગરમાયો

સુરતમાં ફ્રોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે માહોલ ગરમાયો

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રણમેદાનમાં આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજ્યભરમાં અભૂતપૂર્વ રાજકીય ડ્રામા અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા છે. 15 એપ્રિલની બપોર સુધીમાં અનેક બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા રાજકીય સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેના આ જંગમાં સામ-દામ-દંડ-ભેદની તમામ નીતિઓ અજમાવવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

સુરતમાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી
સુરત કલેક્ટર કચેરીમાં પણ સ્થિતિ તંગ જોવા મળી હતી. ભાજપ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના કાર્યકરો અને શહેર પ્રમુખે હંગામો કર્યો હતો. કલેક્ટર કચેરીમાં અંદર જવા બાબતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે જોરદાર બબાલ થઈ હતી. ઉશ્કેરાયેલા કાર્યકરોએ પોલીસકર્મીના શર્ટ ખેંચી તેમને ધક્કા માર્યા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપે સત્તાનો દુરુપયોગ કરીને અને ડરાવી-ધમકાવીને ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવ્યા છે. પોતાના ઉમેદવારોને પક્ષાંતરથી બચાવવા માટે કોંગ્રેસે અનેક નેતાઓને ગુપ્ત સ્થળે ખસેડવાની રણનીતિ પણ અપનાવી હતી, છતાં અંતિમ દિવસે ભાજપના ‘રાજકીય કાવાદાવા’ સામે કોંગ્રેસના કિલ્લામાં ગાબડાં પડતા દેખાઈ રહ્યા છે. હવે 26 એપ્રિલે મતદાન અને ત્યારબાદ પરિણામો જ સ્પષ્ટ કરશે કે આ ખેંચતાણ કોના પક્ષમાં રહે છે.

વડોદરામાં તોડફોડ અને કલેક્ટર કચેરીએ હંગામો
વડોદરા કોંગ્રેસ માટે આજનો દિવસ પડતીનો રહ્યો છે. કનુ પ્રજાપતિ બાદ હવે વોર્ડ-2ના ઉમેદવાર ભૂમિ પ્રજાપતિએ પણ પોતાનું ફોર્મ પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. ફોર્મ પાછું ખેંચવા આવેલા ઉમેદવાર સામે કોંગ્રેસના કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો હતો અને આક્રોશમાં કાર્યકરોએ ઉમેદવારની ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ડભોઈ બેઠક પર ફોર્મ ખેંચવા બાબતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને તેમની વચ્ચે જોરદાર મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.

Subscribe

Latest stories