HomeSurat Cityરિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં આગવેપારીઓને મોટું નુકશાન

રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં આગવેપારીઓને મોટું નુકશાન

Date:

Related stories

ઉત્તરકાશીમાં સુરતના શ્રદ્ધાળુઓની કાર ભાગીરથી નદીમાં ખાબકતાં 4નાં મોત, 2 મહિલાઓ લાપતા; બચાવ કામગીરી તેજ

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર ગુરુવારે સવારે એક...
spot_img

સુરતના રિંગ રોડ પર આવેલી મિલેનિયમ માર્કેટમાં આગ લાગતાં ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. જો કે મેજર ફાયર કોલને પગલે તત્કાળ ફાયર બ્રિગેડની 14 ગાડી પહોંચી જતાં આગ ઉપર કાબુ મેળવાયો હતો.

રિંગરોડ પર કમેલા દરવાજા પાસેની મિલેનિયમ માર્કેટ-1માં ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ મચી ગઈ હતી. આગને પગલે માર્કેટમાં રહેલા લોકોનું તાત્કાલિક સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ મિલેનિયમ માર્કેટ-1ના પહેલા માળે આવેલી વૈભવી ક્રિએશન નામની દુકાનમાં અચાનક આગ લાગી હતી. એ બાદ આસપાસની બે દુકાનને પણ આગે ભરડામનાં લીધી હતી. દુકાનોમાં કાપડનો મોટો જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા.

      આગની ગંભીરતા જોતા સુરત ફાયર બ્રિગેડના સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14થી વધુ ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. રિંગરોડ ટ્રાફિકથી ભરચક રહેતો વિસ્તાર હોવાને કારણે સુરત ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા ‘ગ્રીન કોરિડોર’ કરી આપવામાં આવ્યો હતો.

પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટને કારણ આગ લાગી હોવી જોઈએ. જો કે જાનહાનિ ટળી છે.  ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિતના કાફલાએ પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કાપડનો જથ્થો ખાખ થઈ જતાં વેપારીઓને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.

Subscribe

Latest stories