સાબરમતી જેલમાં બંધ લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ

Share this story

અમદાવાદ શહેરની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ પાકિસ્તાનના મિત્રને વીડિયો કોલ કથિત વીડિયો વાયરલ થયો છે. જેમાં પ્રાપ્ત માહિતી મુજબ પ્રખ્યાત લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્રે વીડિયો કોલ કર્યો છે. તેણે બકરી ઈદનો તહેવાર હોવાથી પાકિસ્તાનમાં મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યો હોવાની બાબત સામે આવી છે. જો કે આ અંગે રાજય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે. આ અંગે આજે સવારે જાણ થઈ છે. સત્ય જાણવાનું બાકી છે. આવી ઘટના બની હોય તો ખોટી બાબત કહેવાય.

Lawrence Bishnoi ahedabad jail call video viral

મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનુ અનુમાન છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાથી આવ્યો તે સૌથી મોટો સવાલ છે. વિડિયો કોલ વાયરલ થતા હવે જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. ગૂજરાત ATS એ લોરેન્સની ટ્રાન્સફર વોરંટ થી  ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી.

લોરેન્સના કથિત વીડિયો પર પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતુ કે આ આજે જ સવારે આ વીડિયો ધ્યાનમાં આવ્યો છે તે અંગે કોઈને કઈ જાણ નથી ત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે

ત્યારે લોરેન્સ પાસે ફોન ક્યાંથી આવ્યો તેમજ તેને જેલમાં ફોન કોણે આપ્યો અને કોણ છે જેલમાં તેનો મદદગાર? તમને જણાવી દઈએ લોરેન્સ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર છે, સલમાનના ઘર પર ગોળીબાર કરાવવામાં આ ગેંગસ્ટરનો હાથ હોવાનું સામે આવ્યું હતુ ત્યારે ફરી એકવાર જેલમાં બેઠા બેઠા પાકિસ્તાની મિત્ર સાથે ફોન પર વાત કરતો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે અગાઉ પણ જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન પકડાયા છે.

આ પણ વાંચો :-