Wednesday, Nov 5, 2025

CIDમાં ઇન્સપેટર ‘ફ્રેડરિક’નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન

2 Min Read

લોકપ્રિય ટેલિવિઝન શો CIDમાં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતાદિનેશ ફડનીસનું ૫૭ વર્ષની વયે અવસાન થયું છે. શોમાં દયાની ભૂમિકા ભજવનાર તેમના સહ અભિનેતા દયાનંદ શેટ્ટીએ તેના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. દયાનંદ શેટ્ટીએ જણાવ્યું કે દિનેશે સોમવારે મધ્યરાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર હતા અને ઘણી સમસ્યાઓના કારણે ગઈકાલે જ તેમને વેન્ટિલેટર પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

અગાઉ શનિવારે એમ જાણવા મળ્યું હતું કે, દિનેશને હાર્ટ એટેકઆવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલ દાખલ કરાયા હતા. પરંતુ બાદમાં દયાનંદ શેટ્ટીએ પુષ્ટિ કરી હતી કે તેમને હાર્ટ એટેક આવ્યો ન હતો, પરંતુ તેમનું લિવર ડેમેજ થયું હતું. દિનેશના અંતિમ સંસ્કાર દૌલતનગર સ્મશાનગૃહમાં કરવામાં આવશે.

દિનેશ ફડનીસની વાત કરીએ તો તેમને લોકપ્રિય ટીવી શો CIDથી મોટી ઓળખ મળી. આ શોમાં તે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સના રોલમાં જોવા મળ્યા હતા. તેમના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.આ શો પહેલીવાર વર્ષ ૧૯૯૮માં પ્રસારિત થયો હતો. તે માત્ર CIDમાં જ નહીં પરંતુ લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળ્યા હતા. તેણે રિતિક રોશનની ‘સુપર ૩૦’ અને ‘સરફરોશ’ જેવી ફિલ્મોમાં સપોર્ટિગ એક્ટર તરીકે કામ કર્યું હતું.

આ પણ વાંચો :-

Share This Article