Wednesday, Mar 19, 2025

PM મોદીનું મંદિર બનાવનાર કાર્યકર્તાએ છોડ્યું ભાજપ, જાણો કારણ?

3 Min Read

મહારાષ્ટ્રના પુણેમાં પીએમ મોદીનું મંદિર બનાવનારા સમર્થકે ભાજપ સાથે છેડો ફાડી નાંખ્યો છે. જેને લઈ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની મુશ્કેલી વધી શકે છે. પુણેના શિવાજીનગરના ધારાસભ્ય પર પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરવાનો આરોપ લાગ્યો છે. બીજેપી કાર્યકર્તા અને શ્રી નમો ફાઉન્ડેશનના મયૂર મુંડેએ શિવાજીનગરના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલે પર ગંભીર આરોપ લગાવવાની સાથે ભાજપને અલવિદા કહી દીધું છે.

દેશમાં આ જગ્યાએ બનાવાયું નરેન્દ્ર મોદીનું મંદિર - PM Narendra Modi Temple

મહારાષ્ટ્રના પુણેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવનાર કાર્યકરે ભાજપનો સાથ છોડ્યો છે. મયુર મુંડેએ વર્ષ 2021માં ‘મોદી મંદિર’નું નિર્માણ કરાવ્યું હતું, જે ખૂબ ચર્ચામાં હતું. મહારાષ્ટ્રમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના પુણે એકમમાં મતભેદો દેખાઈ રહ્યા છે. કોથરુડ અને ખડકવાસલાના વર્તમાન ધારાસભ્યો પર ઉમેદવાર પસંદગી પ્રક્રિયામાં દખલ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શિવાજીનગરના ધારાસભ્ય સિદ્ધાર્થ શિરોલે પાર્ટીના વફાદાર કાર્યકરોની અવગણના કરી રહ્યા છે. આ અંગે શ્રી નમો ફાઉન્ડેશનના મયુર મુંડેએ શિરોલે સામે ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને પોતાના આક્ષેપો જાહેર કર્યા હતા.

મયુર મુંડેએ કહ્યું, ‘મેં ઘણાં વર્ષોથી પાર્ટીના વફાદાર કાર્યકર તરીકે કામ કર્યું છે. મેં વિવિધ હોદ્દા સંભાળ્યા છે અને પાર્ટી માટે ઈમાનદારીથી કામ કર્યું છે. અહેવાલ મુજબ, મુંડેએ કહ્યું કે ભાજપ પક્ષના વફાદાર કાર્યકરોની અવગણના કરી રહી છે અને અન્ય રાજકીય પક્ષોમાંથી જોડાનારાઓને મહત્ત્વ આપી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે ધારાસભ્યો તેમનું સમર્થન વધારવામાં વ્યસ્ત છે અને આ હેતુ માટે પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી રહી છે. અન્ય પક્ષોમાંથી આવતા લોકોને પક્ષમાં વિવિધ પદો આપવામાં આવી રહ્યા છે. મુંડેએ કહ્યું કે જૂના પદાધિકારીઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. હવે તેમને પાર્ટીની બેઠકોમાં પણ બોલાવવામાં આવતા નથી. તેમના મંતવ્યો પણ સાંભળવામાં આવતા નથી અને તેમને ચૂંટણી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવ્યા છે.

ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ મુંડેએ કહ્યું, ‘હાલના ધારાસભ્યો એવા લોકોના વિસ્તારોમાં વિકાસ ભંડોળ ખર્ચી રહ્યા છે જેઓ અન્ય પક્ષોમાંથી ભાજપમાં જોડાયા છે. પાર્ટીના વફાદાર કાર્યકરોના વિસ્તારને કંઈ આપવામાં આવી રહ્યું નથી. તેમણે કહ્યું કે વર્તમાન ધારાસભ્યને છેલ્લા 5 વર્ષમાં શિવાજીનગર વિધાનસભા ક્ષેત્રમાં કોઈપણ 2 મોટી યોજનાઓ લાગુ કરવા માટે ભંડોળ મળ્યું છે. તેમણે આ માટે કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો. આવી સ્થિતિમાં આ મતવિસ્તારનો વિકાસ થંભી ગયો છે. તેમણે કહ્યું, ‘હું પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. હું પીએમ મોદીનો કટ્ટર સમર્થક છું અને તેમના માટે કામ કરું છું. પરંતુ, પાર્ટીમાં અમારા જેવા લોકો માટે જગ્યા બચી નથી. તેથી જ મેં આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચો :-

Share This Article