Thursday, Oct 30, 2025

સુરતના ઐતિહાસિક કિલ્લા ખાતે ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી કરાઇ

1 Min Read

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સુરતના ચોક સ્થિત ઐતિહાસિક કિલ્લા ખાતે સુરત મહાનગર પાલિકા આયોજિત ‘૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિન’ની ઉજવણી કરાઇ હતી. ‘સ્વયં અને સમાજ માટે યોગ‘ થીમ પર આધારિત ઉજવણીમાં આશરે ૬૦૦ લોકોએ સામૂહિક યોગાભ્યાસ અને પ્રાણાયામ કર્યા હતા. સાથે જ સ્વસ્થ જીવન માટે નિયમિત યોગાભ્યાસ કરવા સૌ સામૂહિક રીતે સંકલ્પબદ્ધ થયા હતા.

વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી નિમિત્તે કેન્દ્રીય મંત્રીશ્રીએ ભારતીય સંસ્કૃતિની દેન એવા યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રી મોદીએ વિશ્વના ૧૭૬ દેશોમાં યોગનો પ્રચાર કર્યો છે. જેથી યોગને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઓળખ મળી છે. વધુમાં મંત્રીશ્રીએ યોગને સ્વસ્થ જીવનનો મૂળમંત્ર ગણાવતા લોકોને નિયમિત યોગાભ્યાસ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સાંસદશ્રી મુકેશ દલાલ, SMCના ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેનશ્રી રાજન પટેલ, માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશ પટેલ, શહેર પક્ષ પ્રમુખશ્રી નિરંજન ઝાંઝમેરા, શાસક પક્ષ નેતા શશિબેન ત્રિપાઠી, મનપા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યોગસાધકો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :-

Share This Article