Thursday, Oct 30, 2025

‘નાટુ-નાટુ’ સોન્ગ પર ટેસ્લાનો અદ્ભુત ‘ડાન્સ’ થયો વાયરલ, વીડિયો જોઈને તમારું દિલ ખુશ થઈ જશે

2 Min Read

Tesla’s amazing ‘dance’ on ‘Natu-Natu’ song 

  • Tesla Cars Lights Video On Naatu Naatu : ફિલ્મ ‘RRR’ ના ગીત નાટુ-નાટુ સોન્ગ પર ન્યુ જર્સીમાં ટેસ્લા કાર્સનો લાઈટ્સ ડાન્સ જોવા મળ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

લોકપ્રિય દિગ્દર્શક એસએસ રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ના ગીત ‘નાટુ-નાટુ’ને બેસ્ટ ઓરીજીનલ સોન્ગનો ઓસ્કાર એવોર્ડ મળ્યો છે. ફિલ્મ ‘RRR’ની રિલીઝને ટૂંક સમયમાં એક વર્ષ થવા જઈ રહ્યું છે પરંતુ તે સતત સમાચારોમાં રહે છે. આ સાથે જ ફિલ્મનું ગીત ‘નાટુ નાટુ‘ ભારતમાં જ નહીં વિદેશમાં પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યું છે.

હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. વાસ્તવમાં ફિલ્મ ‘RRR‘ના ગીત ‘નાટુ નાટુ’ પર કાર્સનો ડાન્સ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. ચાલો જાણીએ આખરે શું છે સમગ્ર મામલો.

નાટુ નાટુ’ સોન્ગ પર કાર્સની લાઈટિંગ ડાન્સનો કમાલ :

RRR મૂવીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ન્યુ જર્સીમાં ચાહકોએ ટેસ્લા કારની લાઇટનો ઉપયોગ કરીને ફિલ્મ ‘RRR‘ના ગીત ‘નાટુ નાટુ ‘ પર પરફોર્મ કર્યું છે. વીડિયોમાં લાગે છે કે કાર્સ આ ગીત પર ડાન્સ કરી રહી છે.

આ વિડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, ‘ન્યૂ જર્સીમાં ઓસ્કાર વિજેતા સોન્ગ નાટુ નાટુના બીટ પર ટેસ્લા કાર્સનો લાઇટ ડાન્સ’. આ વીડિયોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર કમેન્ટ પણ કરી રહ્યા છે.

RRRની રિલીઝને એક વર્ષ થવા જઈ રહ્યું છે :

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘RRR‘ વર્ષ 2022માં 24 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જબરદસ્ત કમાણી કરીને 1000 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. ફિલ્મ ‘RRR’માં રામ ચરણ, જુનિયર એનટીઆર અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં હતા. તે જ સમયે અજય દેવગન અને શ્રિયા સરને કેમિયો રોલ કર્યો હતો. આ ફિલ્મની રિલીઝને ટૂંક સમયમાં એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો :-

Share This Article