જમ્મુ-કાશ્મીરના સોપોર વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગુરુવારે ગોળીબાર શરૂ થયો હતો. મોડીરાતથી ચાલી રહેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “સોપોરના સાગીપોરા વિસ્તારમાં આતંકવાદીઓનું એક ગ્રુપ છુપાયું હોવાની ચોક્કસ બાતમી મળ્યા બાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.” આ પહેલા બુધવારે બાંદીપોરા અને કુપવાડામાં પણ સેનાએ આતંકીઓનો સામનો કર્યો હતો. કુપવાડાના લોલાબમાં થયેલી અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. સેનાએ બાંદીપોરામાં પણ એક આતંકીને ઠાર માર્યો હતો.
આતંકવાદીઓ ફરી એકવાર ઘાટીમાં પોતાનો પગપેસારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આતંકવાદીઓએ બે VDG સભ્યોની હત્યા કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આતંકીઓએ પહેલા તેમની આંખ પર પટ્ટી બાંધી અને પછી ગોળી મારી દીધી. મૃતકોની ઓળખ નઝીર અહેમદ અને કુલદીપ કુમાર તરીકે થઈ છે.
મળી રહેલી માહિતી અનુસાર, જ્યારે નઝીર અહેમદ અને કુલદીપ કુમાર ઘરે પરત ન ફર્યા તો પરિવારે પોલીસને જાણ કરી. આ પછી પોલીસ ટીમે બંને લોકોની શોધ શરૂ કરી. ઘણી શોધખોળ બાદ સુરક્ષાદળોને જંગલમાંથી બંનેના મૃતદેહ મળ્યા. આ ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓને શોધી રહ્યા છે.
આ હત્યાની જવાબદારી આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સે લીધી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં બંને VDG પશુઓ ચરાવી રહ્યા હતા, ત્યાં આતંકવાદીઓ પહોંચ્યા અને બંનેનું અપહરણ કરી લીધું. આ પછી તેઓ બંનેની આંખો પર પટ્ટી બાંધીને જંગલમાં લઈ ગયા અને પછી ગોળી મારી દીધી. આ ઘટનામાં બે-ત્રણ આતંકીઓ સામેલ હોવાના સમાચાર છે.
આ પણ વાંચો :-