જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ આશાંતિ ફેલાવવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે, રિયાસી અને કઠુઆ બાદ હવે આતંકીઓએ ડોડામાં પણ હુમલો કર્યો છે. ત્રણ દિવસમાં આ ત્રીજો હુમલો છે. આ વખતે આતંકીઓએ ડોડા જિલ્લામાં સેનાના કામચલાઉ ઓપરેટિંગ બેઝ પર ગોળીબાર કર્યો હતો.
આ હુમલા બાદ ડોડાના છત્રકલામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલા ગોળીબારમાં સેનાના પાંચ જવાનો ઘાયલ થયાના અહેવાલ છે. ઘાયલોમાં એક સ્પેશિયલ પોલીસ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કાશ્મીર ટાઈગર નામના આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી છે.
પોલીસ મહાનિર્દેશક આનંદ જૈને જણાવ્યું હતું કે, જિલ્લાના ચતરગલા વિસ્તારમાં ૪ રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચોકી પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં સુરક્ષા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. અત્યારે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. ડોડામાં થયેલા આ આતંકી હુમલામાં ત્રણ જવાન ઘાયલ થયા છે, જ્યારે આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે સુરક્ષા દળોએ કઠુઆ જિલ્લામાં ગઈકાલે સાંજે ઈન્ટરનેશનલ બોર્ડર (IB) નજીકના એક ગામમાં હુમલો કરનારા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. આતંકીઓના હુમલામાં એક નાગરિક ઘાયલ થયો હતો.
આ દરમિયાન એડીજીપી જમ્મુએ ટ્વીટ કર્યું કે, “અમારા ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયા પર મોટી માત્રામાં નકલી સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. આ ખોટા અહેવાલો દાવો કરે છે કે, એક ચોક્કસ જગ્યાએથી ત્રણ નાગરિકોના મૃતદેહ મળી આવ્યા છે અને આતંકવાદીઓએ કેટલાક ગ્રામજનોને બંધક બનાવ્યા છે. અમે લોકોને શાંત રહેવા અને આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરીએ છીએ, તો આવતીકાલે જમ્મુ શહેરમાં આ ખોટી માહિતી પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
આ પણ વાંચો :-