જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં રવિવારે સાંજે તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેમાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૩૩ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ માહિતી આપી હતી. ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ હુમલો થોડા વર્ષો પહેલા અમરનાથ યાત્રા પર થયેલા હુમલાની તર્જ પર કરવામાં આવ્યો છે, જે છેલ્લા એક દાયકામાં જમ્મુમાં સૌથી મોટો આતંકવાદી હુમલો હતો.

મોહિતા શર્માએ ઉમેર્યું કે બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. મુસાફરોની ઓળખ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના છે. શિવ ખોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે. સુરક્ષા દળોએ તેને સુરક્ષિત કરી લીધો છે અને વિસ્તારને પોતાના કબજા હેઠળ લઈ લીધો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે લખ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમની એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારંભ અને કેટલાય દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ દેશમાં આવવાની વચ્ચે તીર્થયાત્રીઓને લઈ જતી બસ પર એક કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલામાં કમસે કમ 10 ભારતીયોના મોત થયા છે. આપણા લોકોને આવા જઘન્ય આતંકવાદી હુમલા અને આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે જાણી જોઈને કરેલા આ અપમાનની સ્પષ્ટ રીતે નિંદા કરીએ છીએ
શપથ ગ્રહણ સમારોહના દિવસે જ આતંકીઓ દ્વારા થયેલા હુમલાને લઇને વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને મોદી પર પ્રહાર કર્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે અમે હુમલામાં માર્યા ગયેલા પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોદી (હવે એનડીએ) સરકાર દ્વારા શાંતિ અને સામાન્ય સ્થિતિ લાવવાના દાવા ખોખલા સાબિત થઇ રહ્યા છે. આ હુમલો એવા સમયે સામે આવ્યો છે જ્યારે કેટલાક દેશોના મહેમાનો શપથ ગ્રહણ સમારોહમાં પધાર્યા છે. આપણી રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે ઇરાદાપૂર્વક કરવામાં આવેલા અપમાનની અમે સ્પષ્ટ રુપે ટિકા કરીએ છીએ. જે લોકો માર્યા ગયા કે ઘવાયા છે તેમને વધુ વળતર આપવું જોઇએ તેવી માગ કરીએ છીએ.