- સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ છેલ્લા લગભગ ૩૦ દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવકની કરપીણ હત્યા કરાઈ છે.
સુરેન્દ્રનગરમાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા લગભગ ૩૦ દિવસમાં ચોથો હત્યાનો બનાવ બન્યો છે. અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ હત્યા કરી રહ્યાં છે. જેને લઈ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી એક યુવાનની હત્યા કરાઈ છે.
સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. બે દિવસ પહેલાનો જ વીડિયો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યો છે. પાપ્ત વિગતો મુજબ પ્રેમ સબંઘમાં સમાઘાનમાં મારામારી થઈ હતી. બાદમાં યુવકને છરીના ઘા મારવામાં આવ્યા હતા જેના પગલે તેનો મૃત્યુ થયું છે. જે વીડિયોને લઈ કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરમાં હત્યારાઓ બેફામ બન્યા હોય તેમ જણાઈ રહ્યું છે કારણ કે થોડા દિવસ અગાઉ હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. જે બાદ આ ચોથો બનાવ સામે આવ્યો છે. તેમજ વીડિયોમાં પણ જોઈ શકાય છે કે હત્યારા બેફામ થઈ ધોળા દિવસે અને ખુલ્લેઆમ રસ્તાની વચ્ચો વચ્ચ યુવકને માર મારી રહ્યાં છે જેના પરથી પોલીસની કામીગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
તાજેતરમાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે જમીન બાબતે બે સગાભાઈની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જે બાદ પાટડીના વડગામમાં ૧૯ વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરાઈ હતી. જે બાદ હવે સુરેન્દ્રનગરમાં બસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લેઆમ યુવકની હત્યા કરાઈ છે. આપને જણાવીએ કે લગભગ છેલ્લા ૩૦ દિવસમાં સુરેન્દ્રનગરમાં ૪ વ્યક્તિની હત્યા થઈ છે.
આ પણ વાંચો :-