સ્વચ્છતાના સર્વેક્ષણમાં સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાલિકાના પદાધિકારીઓએ સ્વચ્છતા કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયર એવોર્ડ મેળવ્યો છે. સુરત સ્વચ્છતા કર્મીઓને મહેનત અંતે રંગ લાવી છે.
સ્વચ્છતાના સર્વેક્ષણ અંતર્ગત દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવવા બદલ સુરત શહેરને હાર્દિક અભિનંદન. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ સ્વચ્છતા ભારતના સંકલ્પને સુરત શહેરે માત્ર સાકર જ નથી કર્યો પણ સ્વચ્છતાનાં સંસ્કારને ગળથૂથીમાં ઉતાર્યા પણ છે.
સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩ની થીમ બેસ્ટ ટુ વેલ્થ હતી. ૪૪૭૭ શહેરોમા ૯૫૦૦ આંકોમાં સોથી વધુ પોઈન્ટ ઇંદોર અને સુરતને મળ્યા છે. પ્રથમ વખત કેન્દ્ર સરકારનાં વાર્ષિક સ્વચ્છતામાં સર્વેક્ષણ– સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩માં બે શહેરોને સંયુક્ત રીતે ટોચનું સ્થાન આપવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રને સૌથી સ્વચ્છ રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના સઘન પ્રયાસો અને સુરતીઓના સહયોગને કારણે સુરત આ વર્ષે પ્રથમ નંબર મેળવવામાં સફળ રહ્યું છે. તેઓએ આ પ્રસંગે મહાનગર પાલિકામાં ફરજ બજાવતાં કર્મચારીઓથી માંડીને અધિકારીઓના પણ ભગીરથ પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલો નંબર મેળવ્યા બાદ હવે સુરત મહાનગર પાલિકાના માથે પણ સાતત્યપૂર્ણ કામગીરી કરવાની જવાબદારી વધી છે. તેઓએ આ અવસરે શહેરીજનો દ્વારા મળેલા સહયોગનો પણ આભાર માન્યો હતો અને સમગ્ર શહેરીજનોને પણ અભિનંદન પાઠવ્યા હતા.