સુરતમાં ભારે વરસાદ બાદ આવેલા ખાડી પૂર દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ પૂર દરમિયાન ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ નિરીક્ષણ કરવા પહોંચ્યા ત્યારે ફાયરકર્મીના ખભે ચડી ગયા હતા. આ મુદ્દે ભારે વિરોધ થયો હતો અને અનેક લોકોએ તેમના આ કૃત્યને વખોડી કાઢ્યું હતું. આ મામલે મેયરના ફોટો અને વિડીયો પણ વાયરલ થયા હતા. ભારે વિવાદ બાદ આજે વિરોધ પક્ષના સભ્યો દ્વારા સામાન્ય સભામાં વિરોધ કરવામાં આવ્યો હતો.
ગોડાદરા ખાતે આશાસ્પદ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું હતું ત્યારે રેસ્ક્યુ કામગીરી દરમ્યાન ડે. મેયર નરેન્દ્રભાઈ પાટીલ તેમના મોંઘા બુટ અને કાપડા ન બગડે તે માટે માત્ર 2 ફુટ કાદવ ઓળંગવા માંગતા નોહતા, અને ફાયર ઓફિસરે જયારે તેમને કહ્યું કે સાહેબ હું ઓળંગાવી દઉં તો તરત જ વેતાલ ની જેમ ફાયર ઓફિસરની પાછળ ટીંગાઈ ગયાં હતાં. જે ખરેખર ખૂબ જ અશોભનીય ઘટના હતી.
જેને લઈને આજરોજ આમ આદમી પાર્ટીમાં કોર્પોરેટરોએ એ ઘટનાનો પ્રતીકાત્મક વિરોધ કર્યો હતો. જેમાં ‘આપ’ કોર્પોરેટર વિપુલભાઈ સુહાગીયાએ ટેડીબિયર પર ડે. મેયર નરેન્દ્ર પાટીલ નો ફોટો લગાડી પોતાના ખભે ઊંચક્યું હતું. અને સામાન્ય સભામાં પ્રવેશ કરતા હતાં.જો કે સ્થળ પર હાજર સિક્યોરિટી સ્ટાફે તેમને આમ કરતા અટકાવ્યા હતાં. અને ટેડીબિયર લઇ લીધું હતું.
આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ લોકોએ ડેપ્યુટી મેયર અને ભાજપ પર તૂટી પડ્યા હતા.તેમજ સરકાર કઈ રીતે કામ કરી રહી છે તે મુદ્દે પણ કટાક્ષ કર્યા હતા. ડેપ્યુટી મેયરના પગ કાદવમાં ન બગડે અને કપડાં પણ સારા રહે એ માટે તેમણે આ કામ કર્યું હતું એવી લોકો દ્વારા આકરી ટીકાઓ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-