સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજેન્સ યુનિટ (AIU) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલીજેન્સ (DRI)ના અધિકારીઓએ દ્વારા બેંકોકથી આવતા મુસાફર પાસેથી ડાઈડ્રોપોનિક ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
DRIની ટીમને બાતમી મળી હતી કે એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ નંબર IX-263માં આવેલા એક મુસાફરની પાસે હાઈબ્રીડ ગાંજો છે. તેને અટકાવીને DRIની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યૂમ-પેક્ડ પારદર્શક પોલિથિન પેકેટ્સ મળ્યા હતા. આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું. FSLની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ (હાઇબ્રીડ ગાંજો) હોવાની પુષ્ટિ થઈ હતી. પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી.
ગુરુવારે એર ઈન્ડિયા એકસપ્રેસમાં ફ્લાઈટથી આવેલો મુસાફર આદિલનવાજ શેખ (રહે. ભરુચ)ની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને શુક્રવારે સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યારથી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. DRIને મળેલી સચોટ માહિતીના આધારે અધિકારીઓએ શેખના સામાનની ઝીણવટપૂર્વક તપાસ કરી હતી. પ્રદેશિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (RFSL) દ્વારા કરવામાં આવેલા પ્રાથમિક પરિક્ષાન્મ આ પદાર્થ ગાંજો હોવાની પુષ્ટિ થઈ હતી.
આરોપી શેખે કહ્યું હતું કે, તે કેરિયર તરીકે કામ કરતો હતો. જ્યારે પ્રતિબંધિત વસ્તુ તેને બેંકોકમાં એક વ્યક્તિએ આપી હતી. પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ્સ સપ્લાયરો માટે બેંગકોકથી ગાંજો લાવતો હતો. જોકે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે, અહીં ગાંજો કોને મળવાનો હતો તેની તપાસ DRI સુરત હજી કરી રહી છે.