સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન આરોપી બદરૂદિન મયુદીન સૈયદ (૬૫ વર્ષ, રહે. જલારામ પાર્ક, એકતાનગર વડોદરા)ના મોતથી ચકચાર મચી ગઈ છે. વાહન ચોરીના કેસમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી હતી અને પુરાવાના આધારે તેને ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ કુદરતી હાજતે જવાનું કહી ડી-સ્ટાફની કેબિનમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેણે ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું હતું.
આ ઘટનાને પગલે પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને આરોપીને ગંભીર હાલતમાં સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તબીબી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. ઘટનાએ પોલીસ કસ્ટડીની સુરક્ષા વ્યવસ્થા અંગે અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં કસ્ટડી દરમિયાન આરોપીનું મોત
— Gujarat Guardian (@G_guardian1) April 13, 2026
• બદરૂદિન મયુદીન સૈયદ (વડોદરા નિવાસી)
• વાહન ચોરીના કેસમાં પૂછપરછ માટે ગોધરાથી સુરત લાવવામાં આવ્યો હતો
• પૂછપરછ દરમિયાન ટોયલેટ ક્લિનર એસિડ પી લીધું
• ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો
• સારવાર દરમિયાન મોત નિપજ્યું pic.twitter.com/rG0MYBGeXK