એક્સાઇઝ પોલિસી કેસમાં સુપ્રીમ કોર્ટે BRS નેતા કવિતાને જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના એ આદેશને ફગાવી દીધો, જેમાં તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દરેકને 10 લાખ રૂપિયાના જામીન બોન્ડ આપવા, સાક્ષીઓ સાથે છેડછાડ ન કરવા અને સાક્ષીઓને પ્રભાવિત ન કરવા નિર્દેશ આપ્યો છે.
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં BRS નેતા અને MLA કવિતાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વી વિશ્વનાથનની બેન્ચમાં સુનાવણી થઈ હતી. સર્વોચ્ચ અદાલતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને કવિતા કથિત દારૂ કૌભાંડમાં સામેલ હોવાનું સાબિત કરવા માટે કયા પુરાવા છે તે બતાવવા જણાવ્યું હતું. રૂ. 10 લાખના જામીન બોન્ડ પર જામીન આપતા સુપ્રીમ કોર્ટે કેટલીક શરતોૌ પણ લાદી તી. કવિતાએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરવો પડશે. તેમને પુરાવાઓ સાથે ચેડાં ના કરવાની પણ સૂચના આપવામાં આવી છે.
અગાઉ જામીન અરજીનો વિરોધ કરતી વખતે તપાસ એજન્સીઓએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે BRS નેતા કવિતાએ તેમના ફોનને ફોર્મેટ કર્યો હતો અને પુરાવા સાથે ચેડાં કર્યા હતા. કવિતાએ કોર્ટને જણાવ્યું હતું કે ફોનને ફોર્મેટ કરવાનો આરોપ બનાવટી છે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તપાસ એજન્સીઓને પૂછ્યું હતું કે શું તેમની પાસે એવા કોઇ પુરાવા છે કે BRS નેતા ગુનામાં સંડોવાયેલા હતા.
જણાવી દઈએ કે કવિતાને લઈને EDએ દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીના નેતાઓ માટે વિજય નાયર અને અન્યને ‘સાઉથ ગ્રુપ’ એ 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. કવિતા આ ‘સાઉથ ગ્રુપ’ નો એક ભાગ હતી. આ જૂથમાં દક્ષિણના રાજકારણીઓ, અમલદારો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. ED અનુસાર, કે કવિતા 19-20 માર્ચ 2021ના રોજ આરોપી વિજય નાયરને મળી હતી. ED દ્વારા આ વર્ષે 15 માર્ચે કવિતાની હૈદરાબાદથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો :-