Friday, Dec 12, 2025

સુપ્રીમ કોર્ટે લલિત મોદીને આપ્યો કાયદાનો ઝટકો, BCCIને ચૂકવવા પડશે કરોડોની રકમ

2 Min Read

એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટે ભાગેડુ લલિત મોદીને 10.65 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે પણ ઝટકો આપ્યો છે. લલિત મોદીએ ઈડીની દંડાત્મક કાર્યવાહી વિરુદ્ધ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઈડીએ દંડ ફટકારેલ રકમ બીસીસીઆઈને ચૂકવવા લલિત મોદીને નિર્દેશ આપવા કોર્ટને વિનંતી કરી હતી. જોકે સુનાવણી કરી રહેલા ન્યાયાધીશ પી.એસ.નરસિમ્હા અને ન્યાયાધીશ આર.મહાદેવનની બેંચે કહ્યું કે, ‘લલિત મોદીને કાયદા મુજબ વૈકલ્પિક ઉપાયોનો લાભ મેળવવાનો અધિકાર છે.’

અગાઉ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદીની અરજી રદ કરી હતી
19 ડિસેમ્બર-2024ના રોજ મુંબઈ હાઈકોર્ટે લલિત મોદી પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો અને ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમને ફટકારાયેલ 10.64 કરોડ રૂપિયાના દંડની ચુકવણી બીસીસીઆઈને કરવા નિર્દેશ આપવાની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.

‘લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક’
હાઈકોર્ટે કહ્યું હતું કે, લલિત મોદીએ કરેલી અરજી સંપૂર્ણ ભ્રામક છે, કારણ કે ન્યાયિક સત્તાવાળાઓ FEMA હેઠળ લલિત મોદીને દંડ ફટકાર્યો હતો. તેણે અરજીમાં કહ્યું કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં મારી ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ હતી. આ દરમિયાન તેઓ BCCIની પેટા સમિતિ, ઈન્ડિયન પ્રીમિયર લીગ ગવર્નિંગ બોડીના અધ્યક્ષ પણ હતા. અરજીમાં દાવો કરાયો હતો કે બીસીસીઆઈએ તેમને પેટા-નિયમો મુજબ વળતર આપવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન પ્રિમિયર લીગના કમિશ્નર તરીકેના કાર્યકાળ દરમિયાન 2009માં લલિત મોદી પર આઈપીએલના ટીવી રાઈટ આપવામાં કરોડો રુપિયાનુ કમિશન લેવા સહિતના વિવિધ આરોપ લાગ્યા હતા.એ પછી ધરપકડ છોડીને બચવા માટે 2010માં ફરાર થઈને બ્રિટન પહોંચી ગયેલા લલિત મોદીએ વાનુઆતુ નામના ટાપુ દેશની તાજેતરમાં નાગરિકતા લઈ લીધી છે. ભારત સરકાર 2018થી તેમના પ્રત્યાર્પણ માટે પ્રયત્ન કરી રહી છે, પણ હજી સુધી સફળતા મળી નથી.

Share This Article