યોગી સરકાર દ્વારા તાજેતરમાં એક આદેશ આપવામાં આવ્યો હતો કે, તમામ દુકાનદારો ભલે પછી કે મહેન્દ્ર હોય કે મોહસીન હોય તેમણે પોતાની દુકાન, લારી-ગલ્લાં કે સંસ્થાની બહાર તેમનું નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ખાસ કરીને મુજફ્ફરનગરમાં કાંવડ યાત્રાના રૂટમાં આવતા ધંધાર્થીઓ માટે હતો પરંતુ પછીથી સમગ્ર ઉત્તર પ્રદેશમાં આ રીતે આદેશ લાગુ કરવામાં આવ્યો. જેને લઈને ભારે વિવાદ થયો અને આખરે આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો. જ્યાંથી યોગી સરકારને મોટો ઝટકો લાગ્યો છે.
કોર્ટે કહ્યું કે દુકાનદારોએ માત્ર ખોરાકનો પ્રકાર જણાવવો પડશે. દુકાનદારે માત્ર એ જણાવવાનું રહેશે કે તે તેની દુકાન પર કેવા પ્રકારનું ખાદ્યપદાર્થ વેચે છે પછી ભલે તે શાકાહારી હોય કે માંસાહારી. આ સંદર્ભમાં કોર્ટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવી છે. કોર્ટે એમ પણ કહ્યું છે કે જો અરજદારો અન્ય રાજ્યોને પણ સામેલ કરવા માગે છે તો તે રાજ્યોને પણ નોટિસ આપવામાં આવશે. આ મામલામાં આગામી સુનાવણી 26 જુલાઈએ થશે.
અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ છે. પોલીસ આવી સૂચનાઓ આપી રહી છે. આવી કવાયતોના કારણે સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેથી મુસ્લિમ સમુદાયની ઓળખ સુનિશ્ચિત થઈ શકે અને તેમનો આર્થિક બહિષ્કાર કરી શકાય. અરજદારના વકિલે કહ્યું કે, આ નિર્ણય 2 રાજ્યોમાં થયો છે અને બે રાજ્યો આનો અમલ કરવાના છે. લઘુમતિ સમુદાય અને દલિતોને અલગ કરવા માટેનો આ પ્રયાસ છે.
ઉલ્લેખનીય છે કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રા પહેલા કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યા હતા. ઓર્ડર મુજબ, સ્ટ્રીટ વેન્ડર્સની સ્થાપના કરનાર દુકાન માલિકોએ નેમ પ્લેટ સાથેનું બોર્ડ લગાવવું પડશે. જેથી કાવડીયાઓ જાણી શકે કે તેઓ કોની પાસેથી માલ ખરીદે છે. આ આદેશનું સૌથી પહેલા મુઝફ્ફરનગરથી પાલન કરવામાં આવ્યું હતું. આ પછી પ્રશાસને શામલી અને સહારનપુરમાં આ અંગે સૂચનાઓ આપી હતી. જણાવી દઈએ કે યોગી સરકારના આ આદેશ બાદ મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડની સરકારોએ ઉજ્જૈન અને હરિદ્વાર માટે આવા આદેશ જારી કર્યા હતા.
આ પણ વાંચો :-