ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોરને લઈને જતી બોઈંગ સ્ટારલાઈનર ગુરુવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ૫૯ વર્ષીય સુનીતા નવા ક્રૂ સ્પેસક્રાફ્ટનું સંચાલન અને પરીક્ષણ કરનાર પ્રથમ મહિલા બની હતી. અગાઉ ભગવાન ગણેશની મૂર્તિ અને ભગવદ ગીતાને અવકાશમાં લઈ જનાર વિલિયમ્સ તેની ત્રીજી યાત્રા માટે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પહોંચી ગઈ છે. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા બાદ તેઓએ ડાન્સ કરીને ઉજવણી કરી હતી. આ સાથે તેણે ISS પર સવાર સાત અવકાશયાત્રીઓને ગળે લગાવ્યા.
ઉલ્લેખનીય છે કે, સ્પેસક્રાફ્ટ સામાન્ય રીતે ઓટો હોય છે, પરંતુ લગભગ બે કલાકની ઓટો ફ્લાઇટ દરમિયાન ક્રૂએ સ્પેસક્રાફ્ટને જાતે જ પોતાના નિયંત્રણમાં રાખ્યું હતું. તેઓએ સ્ટારલાઈનરને પૃથ્વી તરફ કર્યું જેથી સર્વિસ મોડ્યુલની પાછળ તેના સંચાર એન્ટેના ટ્રેકિંગ અને ડેટા રિલે ઉપગ્રહો તરફ થઈ શકે. પછી તેઓએ અવકાશયાનને એવી રીતે ફેરવ્યું કે, તે સૂર્યનો સામનો કરી શકે જેથી જો જરૂર પડે તો તેઓ આંતરિક બેટરીઓને ચાર્જ કરી શકે. આ સમગ્ર કવાયતનો હેતુ એ હતો કે, ત્રણેય ફ્લાઈટ કોમ્પ્યુટરો એક જ સમયે બંધ થઈ જાય તો અવકાશમાં કાર્ય કરી શકે છે. તેઓએ મેન્યુઅલી યાનની ગતિ વધારી અને પછી તેને ધીમો કર્યો, જેથી જો જરૂરી હોય તો ક્રૂ સ્પેસ સ્ટેશનની ભ્રમણકક્ષાથી અલગ થઈ શકે.
તેમણે તેમના અદ્ભુત સ્વાગત માટે ક્રૂ સભ્યોને પરિવાર કહીને તેમનો આભાર માન્યો,. સુનીતાએ કહ્યું કે, “હું તમને બધાને મિસ કરતી નથી. તમને જાણીને આનંદ થશે કે હું અહીં મારા બીજા પરિવાર સાથે છું અને હું અહીં ખૂબ જ ખુશ છું.” ઉલ્લેખનીય છે કે, વિલિયમ્સ અને વિલ્મોર સ્ટારલાઈનર ઉડાડનાર પ્રથમ ક્રૂ છે. તેઓએ ફ્લોરિડામાં કેપ કેનાવેરલ સ્પેસ ફોર્સ સ્ટેશનથી લોન્ચ કર્યાના લગભગ ૨૬ કલાક પછી બોઇંગ અવકાશયાનને ISS પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું.
સુનિતા કહ્યું કે નાસા હંમેશા અવકાશયાત્રીઓને લઈ જવા માટે સ્પેસએક્સ ક્રૂ મોડ્યુલનો વિકલ્પ ઈચ્છે છે અને બોઈંગ તેને સ્ટારલાઈનર કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના ભાગરૂપે આકાર આપી રહ્યું છે. સુનીતા વિલિયમ્સે કબૂલ્યું હતું કે ફ્લાઇટ પહેલા તે થોડી નર્વસ હતી. પરંતુ તેણે કહ્યું કે તેને નવા અવકાશયાનમાં ઉડાન ભરવા વિશે કોઈ ચિંતા નથી. તેમણે આગળ કહ્યું, ‘જ્યારે હું ISS પર પહોંચી તો એવું લાગ્યું કે હું ઘરે પાછી આવી ગઈ છું.’ વિલિયમ્સે સ્ટારલાઇનરને ડિઝાઇન કરવામાં મદદ કરી, જેમાં સાત જણનો ક્રૂ હતો.
આ પણ વાંચો :-