દક્ષિણ ગુજરાતની સહકારી ક્ષેત્રની અગ્રણી સંસ્થા સુમુલ ડેરી દ્વારા હોળી-ધૂળેટીના તહેવારો પૂર્વે જ પશુપાલકો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. સુમુલ મેનેજમેન્ટે ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં કિલો ફેટે વધારો કરવાની જાહેરાત કરી છે. ગાયના દૂધના કિલો ફેટના ભાવમાં 20નો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો તાત્કાલિક અસરથી અમલી બનતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે.
ભાવવધારાની વિગતોગાયનું દૂધ: પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 20નો વધારો કરાયો. અગાઉ પશુપાલકોને ગાયના દૂધના કિલો ફેટે 830 મળતા હતા, જે હવે વધીને 850 રૂપિયા મળશે.ભેંસનું દૂધ: પ્રતિ કિલો ફેટના ભાવમાં રૂ. 10નો વધારો કરાયો. ભેંસના દૂધનો ભાવ 870 થી વધારીને 880 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે.
કોને અને કેટલો ફાયદો થશે? લાભાર્થીઓ: સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ પશુપાલકોને આ નિર્ણયથી સીધો આર્થિક ફાયદો થશે.વાર્ષિક આવક: આ ભાવ વધારાને કારણે પશુપાલકોના ખિસ્સામાં વાર્ષિક અંદાજે રૂ. 50 કરોડ જેટલી વધારાની રકમ જશે.
“પશુપાલકોની મહેનતનું યોગ્ય વળતર મળી રહે તે હેતુથી સુમુલ ડેરી દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળશે.”