પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોને ગભરાવાની કોઈ જરૂૂર નથી. ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પેટ્રોલિયમ પેદાશો અને જીવનજરૂૂરિયાતની ચીજવસ્તુઓ પર સતત નજર રાખી રહી છે. સોશિયલ મીડિયા પર અને બજારોમાં એવી અફવાઓ ઉડી રહી છે કે પેટ્રોલ ડીઝલ અને ગેસ સિલિન્ડરની અછત ઉભી થશે. પરંતુ, સરકારે સત્તાવાર રીતે જાહેર કર્યું છે કે રાજ્યમાં કોઈ જ વસ્તુની અછત નથી અને તમામ પુરવઠો સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે. લોકોએ ગભરાઈને ફટાફટ પેટ્રોલ પંપ કે ગેસ એજન્સી પર લાઈનો લગાવવાની કોઈ જ જરૂૂર નથી.
અમદાવાદ ખાતે યોજાયેલા એક ખાસ પ્રેસ બ્રિફિંગમાં આપવામાં આવી હતી. જેમાં IOC ના નોડલ અધિકારી સંજીબ બેહરા, રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધી અને કૃષિ વિભાગના એડિશનલ ડાયરેક્ટર નીતિન શુક્લ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
IOC ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંજીબ બેહરાએ સ્પષ્ટ કર્યું કે, રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ પેટ્રોલ પંપ પર ડીઝલ પેટ્રોલ ખૂટી પડવાની (ડ્રાય આઉટ) સ્થિતિ નથી. ગુજરાતમાં અત્યારે 6688 પેટ્રોલ પંપ, 16 સ્ટોરેજ ડેપો, 11 LPG બોટલિંગ પ્લાન્ટ અને 1042 ગેસ એજન્સીઓ કાર્યરત છે.
રાજ્યમાં 2,43,088 ગેસ સિલિન્ડરની સફળતાપૂર્વક ડિલિવરી કરવામાં આવી છે. માર્ચના અંતમાં અફવાઓને કારણે લોકો ગભરાઈને પેટ્રોલ પુરાવવા લાગ્યા હતા, જેના કારણે વેચાણમાં ઉછાળો આવ્યો હતો, પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે. રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર ચેતન ગાંધીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, ગેસની સાથે સાથે હવે ગ્રામ્ય વિસ્તારોમાં રાંધવા અને અજવાળા માટે કેરોસીનનું વિતરણ પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારની સૂચના મુજબ, ગુજરાત માટે 1452 કિલો લિટર (KL) કેરોસીનની ખાસ ફાળવણી કરવામાં આવી છે. દરેક જિલ્લાને 36 ઊંક કેરોસીન આપવામાં આવ્યું છે, જેનો ભાવ ₹61.40 થી ₹66.14 પ્રતિ લિટર રહેશે. ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પરિવારોને 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન અપાશે. દરેક તાલુકાના એક પેટ્રોલ પંપ પરથી આ વિતરણ થશે, જેના માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ પણ શરૂૂ કરવામાં આવ્યું છે.
સરકાર કોઈને પણ આ સ્થિતિનો ફાયદો ઉઠાવવા દેવા માંગતી નથી. કાળાબજારી રોકવા માટે રાજ્યભરમાં 2451 દરોડા પાડવામાં આવ્યા છે અને 24 ગેસ વિતરકોને નોટિસ ફટકારવામાં આવી છે. સરકારે અપીલ કરી છે કે માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરો, અફવાઓથી દૂર રહો. કોઈ પણ ફરિયાદ હોય તો સરકારના હેલ્પલાઈન નંબર 1800 233 0222 પર સંપર્ક કરો.