HomeSurat Cityસુરતમાં માછલી પકડવા ગયેલી 11 વર્ષની બાળકી તળાવમાં ડૂબી જતા મોત

સુરતમાં માછલી પકડવા ગયેલી 11 વર્ષની બાળકી તળાવમાં ડૂબી જતા મોત

Date:

Related stories

દિશા સાલિયન કેસમાં મોટો વળાંક! આદિત્ય ઠાકરે-અનિલ દેશમુખને ₹500 કરોડની નોટિસ

દિશા સાલિયનના મૃત્યુ કેસમાં CBIની નવી તપાસ શરૂ થયાના...

ટાટા સન્સના ચેરમેન અને IPO લિસ્ટિંગને લઈને બોર્ડનો મોટો નિર્ણય!

થોડા સમય પહેલાં જ એન. ચંદ્રશેખરન ફેબ્રુઆરી 2027 બાદ...

નાના દાણામાં મોટા ફાયદા! હલીમ સીડ્સ કેમ બની રહ્યા છે ચર્ચાનો વિષય?

આજકાલ હેલ્થ અને ન્યુટ્રિશનની દુનિયામાં ચિયા અને ફ્લેક્સસીડની સાથે...
spot_img

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ ભગવાન મહાવીર કોલેજ પાસે તળાવમાં આજે સવારના સમયગાળા દરમિયાન માછલી પકડવા ગયેલી માત્ર 11 વર્ષની માસુમ બાળકી તળાવમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

બનાવની વિગત એવી છે કે વેસુ ભગવાન મહાવીર કોલેજ પાસે રહેતી માત્ર 11 વર્ષની સંજુકુમારી ગોવિંદરા મહારા નામની બાળકી સવારે 11:15 વાગ્યાના અરસામાં ભગવાન મહાવીર કોલેજ પાસે આવેલ તળાવમાં માછલી પકડવા માટે ગઈ હતી.

આ સમયે અચાનક જ તે તળાવમાં પડી જતા ઊંડા પાણીમાં ગરમ થઈ ગઈ હતી. બનાવને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર કંટ્રોલ વિભાગ ને જાણ કરતા ની સાથે જ ભીમરાડ અને વેસુ ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓએ પાણીમાં માસુમ બાળકીની શોધખોળ કરી તેને બહાર કાઢી તાત્કાલિક ઇમરજન્સી એમ્બ્યુલન્સ 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. બનાવને પગલે પોલીસે તેના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરુ કરી છે.

Subscribe

Latest stories

spot_img