ગીર સોમનાથના તાલાળામાં અનુભવાયો ભૂકંપનો આંચકો. 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાળાથી 14 કિલોમીટર દૂર નોંધાયું છે.
ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હરીપુર ગામ નજીકના જંગલ વિસ્તારમાં નોંધાયું હતું. ભૂકંપ જમીનની સપાટીથી માત્ર 4.1 કિલોમીટરની ઓછી ઊંડાઈએ ઉદ્ભવ્યો હોવાથી તેની તીવ્રતા વધુ અનુભવાઈ હતી.
સ્થાનિક લોકોએ ધડામ દઈને ધરતી ધ્રુજતી અનુભવી હતી. આ ઘટનાની જાણ તાલાલા મામલતદાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી.
જોકે, ભૂકંપની અસર માત્ર ત્રણ સેકન્ડ સુધી જ રહી હોવાથી કોઈ પ્રકારની જાનમાલની નુકસાની નોંધાઈ નથી. તેમ છતાં, પંથકના લોકોમાં ભૂકંપનો ભય વ્યાપી ગયો છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય