Saturday, Sep 13, 2025

રાજકોટ દુર્ઘટના બાદ સુરત મહાનગર પાલિકાની કડક કાર્યવાહી

2 Min Read

રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાનગર પાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ ગઈકાલે મોડી રાત્રીથી આજે સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સંસ્થા સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ, હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી હાથ ધરી છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તાકીદે મળેલી બેઠકમાં એક ટીમની રચના કરવામાં આવી છે. જેમાં લોકો એકઠા થાય છે. ત્યાં લોકોની સલામતી માટે લોકો એકઠાં થાય છે. ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે. તમામ વિભાગોમાં પોલીસ, જીઆઈડીસી, એજ્યુકેશન, ડીજીવીસીએલ સહિતનાની ટીમ એકમેકના સંપર્કમાં રહીને કામ કરી રહી છે. જે હોસ્પિટલ, માર્કેટ પ્લેસ, ગેમિંગ ઝોન સહિતની જગ્યાએ પગલાં લઈને ચેકીંગ કરી રહી છે.

સુરત ફાયર અને ઈમરજન્સી સર્વીસ દ્વારા સુરત મહાનગર પાલિકાના વિવિધ ઝોન વિસ્તારોમાં આવેલી માર્કેટ, હોસ્પિટલ, હોટલ, ક્લિનિક, ટ્યુશન ક્લાસ, રેસ્ટોરન્ટ, કોમર્શિયલ ઈમારત વિગેરેમાં ફાયર સેફ્ટીની અનેક ખામીઓના કારણે સીલ કરવામાં આવી છે. લિંબાયત ઝોનમાં ઋતુરાજ માર્કેટ, મિલેનિયમ માર્કેટની સામે કુલ ૨૦ દુકાન, સાકાર માર્કેટ, જે.જે માર્કેટની બાજુમાં કુલ ૮ સાડીના ગોડાઉન તથા ટેસ્ટ ઓફ ભગવતી હોટલને સીલ કરવામાં આવી છે.

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કહ્યું કે, કલેક્ટર કચેરીએ તમામ વિભાગના અધિકારીઓ એકઠા થયા હતાં. આ મિટીંગમાં સરકારની સૂચના પ્રમાણે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં બધા વિભાગો મળીને જેટલી પણ એનઓસી હોય છે. તે પ્રમાણે ચકાસણી આ ટીમ સાથે રહીને કરશે. સ્ટ્રીકલી તમામ કામગીરી કરવામાં આવશે. પબ્લિક સેફ્ટીને લઈને તમામ કામગીરી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

Share This Article