Sunday, Oct 26, 2025

શૅરબજારમાં હાહાકાર, રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો

2 Min Read

શેરબજારની તેજી પર બે દિવસથી બ્રેક લાગી ગઈ છે. ખરાબ ગ્લોબલ સંકેતો અને નબળાં પરિણામોને લીધે સ્થાનિક શેરબજારોમાં ભારે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. HDFC બેન્કે બજારનું સેન્ટિમેન્ટ ખરાબ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટીમાં છેલ્લાં બે વર્ષનો સૌથી મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બે ટકા તૂટીને બંધ થયા હતા. નિફ્ટીના ૫૦માંથી ૪૧ શેરોમાં જોરદાર વેચવાલી થઈ હતી અને સેન્સેક્સના ૩૦માંથી ૨૪ શેરોમાં વેચવાલી થઈ હતી. નિફ્ટી બેન્કમાં ૨૨ મહિનાની ઇન્ટ્રા-ડે ઘટાડો જોવા મળ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો થયો હતો.

અમેરિકી ફેડ ટૂંક સમયમાં વ્યાજદરોમાં કાપ કરવાની શક્યતા હતી, પણ હવે ફેડના કેટલાક સભ્યોએ એ વાતનો સંકેત આપ્યા હતા કે વ્યાજદરોમાં કાપ કરવાની કોઈ જલદી નથી. વોલરની ટિપ્પણીએ માર્ચના દરમાં ઘટાડો કરવાની અપેક્ષા ઘટાડી હોવાથી બુધવારે કરન્સીની બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એ નોંધવું રહ્યું કે, જ્યારે ડોલર ઈન્ડેક્સ વધે છે ત્યારે ક્રૂડ ઓઈલ અને અન્ય કોમોડિટીઝ મોંઘી થઈ જાય છે. તે આપણા આયાત ખર્ચમાં વધારો કરે છે અને ચાલુ ખાતાની ખાધને વધારે છે.

નિફ્ટી અને બેન્ક નિફ્ટીના ઘટાડામાં HDFC બેન્કનું આશરે ૫૦ ટકા યોગદાન રહ્યું હતું. બેન્કનું માર્કેટ કેપ રૂ. એક લાખ કરોડ સુધી ઘટી ચૂક્યું હતું. આ સિવાય BSE પર લિસ્ટેડ કંપની કંપનીઓના માર્કેટ કેપમાં રૂ. ચાર લાખ કરોડનો ઘટાડો જોવા મળ્યો હતો. બધા સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ આવ્યા હતા. આ સાથે વોલેટિલિટી ઇન્ડેક્સ ૧૧ ટકા વધ્યો હતો. BSE સેન્સેક્સ ૧૬૨૮ પોઇન્ટ તૂટીને ૧૭,૫૦૧ના સ્તરે બંધ આવ્યો હતો અને નિફ્ટી ૪૬૦ પોઇન્ટ તૂટીને ૨૧,૫૭૨ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્કમાં ૨૦૬૧ પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે મિડકેપ ૫૧૬ પોઇન્ટ તૂટીને ૪૭,૧૫૨ના મથાળે બંધ રહ્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article