નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે જ શેયર બજારમાં તેજી

Share this story

આજથી નાણાકીય વર્ષ ૨૦૨૫ શરૂ થઈ ગયું છે. વૈશ્વિક બજારોમાંથી સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. આ સિવાય એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે. યુરોપિયન માર્કેટમાં પણ તેજી જોવા મળી રહી છે. આજે ગિફ્ટ નિફ્ટી ૫૧.૫૦ પોઈન્ટ ઉપર છે. આ સાથે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. કેન્દ્રને સરકારી કંપનીઓથી આ વખતે લક્ષ્યથી ૨૬ ટકા વધુ ૬૨,૯૨૯ કરોડનો ડિવિડન્ડ મળ્યો છે. ૨૦૨૨-૨૩માં ડિવિડન્ડ ૫૯,૯૫૩ કરોડનો હતો. સરકારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૫૦,૦૦૦ કરોડ ડિવિડન્ડ મળ્યો છે.

સરકારી વિભાગ ડીઆઈપીએએમ અનુસાર માર્ચમાં સરકારને ONGCથી ૨૯૬૪ કરોડ, કોલ ઈન્ડિયાથી ૨૦૪૩ કરોડ, પાવર ગ્રિડથી ૨૧૪૯ કરોડ, એનએમડીસીથી ૧૦૨૪ કરોડ અને ગેલથી ૧૮૬૩ કરોડ રૂપિયા મળ્યા છે. આ સાથે સરકારની શેર બજારોમાં કુલ ભાગીદારી ચાર ગણી વધીને ૩૮ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. ૨૦૨૧માં આ ભાગીદારી લગભગ ૯.૫ લાખ કરોડ રૂપિયા હતી.

આ સાથે સોનાના ભાવમાં રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે. નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સોનાના ભાવ નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવે જીવનકાળની નવી ઊંચી સપાટી બનાવી છે.  WTI ક્રૂડના ભાવમાં ૦.૩૦ ટકાનો વધારો થયો છે. આજે તેની કિંમત પ્રતિ બેરલ $૮૩.૪૨ છે. આ સિવાય બ્રેન્ટ ક્રૂડની કિંમત ૦.૨૩ ટકાના વધારા સાથે ૮૭.૨૦ ડોલર પ્રતિ બેરલના દરે છે.

માર્ચમાં સોનું ૯.૨% વધીને નવી વિક્રમ સપાટીએ પહોચ્યું છે જુલાઈ ૨૦૨૦ પછીનો સૌથી મોટો માસિક લાભ છે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજીવાર સાપ્તાહિક અને માસિક વધારો થયો છે, જે સપ્ટેમ્બર પછીનો સૌથી મોટો માસિક વધરો છે.

આ પણ વાંચો :-