કેજરીવાલને ૧૫ એપ્રિલ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

Share this story

દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ફસાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આજે ઈડી તેમની કસ્ટડી વધારવાની માગ નહીં કરે તેવી આશંકા છે. કોર્ટમાં જતી વખતે કેજરીવાલે પીએમ મોદી સામે નિશાન તાકતાં કહ્યું હતું કે પીએમ મોદી જે કરી રહ્યા છે તે ઠીક નથી. આ દેશ માટેે સારુંં નથી.  જ્યાંથી તેને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને ૧૫ એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.

આ પહેલા ગુરુવારે એટલે કે ૨૮ માર્ચે કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રીના રિમાન્ડ ચાર દિવસ માટે લંબાવ્યા હતા. તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ કોર્ટમાં હાજર છે. આજે કેજરીવાલને તિહાર જેલમાં મોકલી શકાય છે. અહેવાલ છે કે તિહાર જેલમાં છેલ્લા બે દિવસથી ઉચ્ચ સ્તરીય બેઠક ચાલી રહી છે. આજે પણ જેલમાં મહત્વની મીટીંગ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે બેઠકમાં કેજરીવાલ પર ચર્ચા થશે. જો મીટિંગ દરમિયાન અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં આવે છે, તો તેમને કયા જેલ નંબરમાં રાખવામાં આવશે? તેમની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓ સાથે તમામ તૈયારીઓ પર ચર્ચા થશે. કહેવામાં આવી રહ્યું છે કે જેલ નંબર ૫ને સેનિટાઈઝ કરવામાં આવી છે.

EDએ દાવો કર્યો હતો કે દિલ્હી લિકર પોલિસીની તૈયારી અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર થયો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ કેસમાં મુખ્ય કાવતરાખોર ગણાવ્યા છે. પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા અને સંજય સિંહ એક્સાઈઝ પોલિસી કેસમાં જ જેલમાં છે. EDનું કહેવું છે કે દિલ્હી લિકર પોલિસીમાંથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટી દ્વારા ગોવા વિધાનસભા ચૂંટણી અને અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો છે. જ્યારે AAPએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા માટે ધરપકડ કરવામાં આવી છે. ભાજપ આ બધું રાજકીય બદલાની ભાવનાથી કરી રહ્યું છે.

આ પણ વાંચો :-