સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. આઝમ ખાન, તેમની પત્ની તંજીમ ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમને નકલી જન્મ પ્રમાણપત્રના કેસમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. અહીંથી ત્રણેયને સીધા જેલમાં લઈ જવામાં આવ્યાં હતા.
નકલી જન્મ પ્રમાણપત્રનો આ કેસ ૨૦૧૭ની યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. ત્યારે અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર વિધાનસભા સીટથી સપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા. આ ચૂંટણીમાં પણ તેમની જીત થઇ હતી. પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેમની સામે હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અબ્દુલ્લા આઝમની ઉંમર બરાબર એટલી નથી જેટલી તેમણે ચૂંટણી ફોર્મમાં કરી હતી. અબ્દુલ્લાએ ધારાસભ્યની ચૂંટણી લડવા માટે ઉંમરના માપદંડને પૂરા કર્યા નથી. શૈક્ષણિક પ્રમાણપત્રમાં અબ્દુલ્લાની જન્મ તારીખ ૧ જાન્યુઆરી ૧૯૯૩ છે, જ્યારે જન્મ પ્રમાણપત્રના આધારે તેમના જન્મ પ્રમાણપત્રનો ઉલ્લેખ ૩૦ સપ્ટેમ્બર, ૧૯૯૦ કરવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ સુનાવણી શરૂ થઈ અને અબ્દુલ્લાએ રજૂ કરેલું બર્થ સર્ટિફિકેટ નકલી હોવાનું જણાયું હતું. આ પછી સ્વાર બેઠક પરથી તેમની ચૂંટણી રદ કરવામાં આવી હતી.
અબ્દુલ્લા પર આરોપ છે કે તેણે પોતાના પહેલા જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવ્યો હતો અને વિદેશ પ્રવાસ કર્યો હતો તેમજ બીજા પ્રમાણપત્રનો ઉપયોગ સત્તાવાર હેતુ માટે કર્યો હતો. આ ઉપરાંત જૌહર યુનિવર્સિટી માટે પણ તેના પર ઉપયોગ કરવાનો આરોપ છે. આરોપ મુજબ અબ્દુલ્લા આઝમ પાસે બે અલગ-અલગ બર્થ સર્ટિફિકેટ છે. રામપુર નગરપાલિકા દ્વારા ૨૮ જૂન, ૨૦૧૨ના રોજ એક જારી કરવામાં આવી છે, જેમાં રામપુરને અબ્દુલ્લાનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું છે. જાન્યુઆરી ૨૦૧૫માં બીજું જન્મ પ્રમાણપત્ર જારી કરવામાં આવ્યું હતું, જેમાં લખનઉને તેમનું જન્મસ્થળ બતાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :-