વર્લ્ડ કપની ફાઇનલ મેચ જોવા આવશે શુભમન ગિલનો પરિવાર

Share this story

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે અમદાવાદમાં વર્લ્ડકપ ૨૦૨૩ની ફાઈનલ મેચ રમાશે. રવિવારની આ મેચની લગભગ બધી જ તૈયારીઓ થઇ ચુકી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા મેચ પહેલા અને મેચ દરમિયાન ક્યા ક્યા કાર્યક્રમો અંગે જણાવ્યું હતું. ફાઈનલ મેચના દિવસે પ્રિતમ ચક્રવર્તી અને જોનીતા ગાંધી પરફોર્મ કરશે. આ ઉપરાંત ભારતીય વાયુસેના પણ એર શો કરશે.

રમાનારી વર્લ્ડ કપની ફાઈનલનો ઉત્સાહ માત્ર લોકો અને એજન્સીઓ પર જ નહીં પરંતુ નેતાઓમાં પણ જોવા મળી રહ્યો છે. પૂર્વ સીએમ વિજય રૂપાણી ગાંધીનગરમાં ટીમ ઈન્ડિયાના મહત્વના સભ્ય શુભમન ગિલના પરિવારને મળ્યા હતા. રૂપાણીએ ભાઈ-બહેન સાથે વાત કરી. આ પછી તેણે ટીમ ઈન્ડિયાને જીત માટે અભિનંદન પણ પાઠવ્યા હતા. બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેચના બે દિવસ પહેલા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને મેચના આયોજનની સુરક્ષા અને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ફાઈનલ મેચની શરુઆત બપોરે ૧૨:૩૦ વાગ્યે ઈન્ડિયન એરફોર્સના ૧૦ મિનિટના એર શોથી થશે. જેની કોઈ ફી નથી. આ એર શોમાં IAFની સૂર્યકિરણ ટીમ સ્ટેડિયમ ઉપર કરતબ બતાવશે. પહેલીવાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ૯ હોક કલાબાજીનું પ્રદર્શન કરશે. આ ઇવેન્ટ માટે BCCIએ સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. આ સિવાય ઈવેન્ટમાં કેપ્ટનોને બ્લેઝર આપવામાં આવે તે પહેલા સ્ટેડિયમની સ્ક્રીન પર તેમની કેટલીક વીડિયો ક્લિપ્સ પણ બતાવવામાં આવશે. આમાં તેમની ટીમની ચેમ્પિયન બનવાની સફર બતાવવામાં આવશે.

આ પણ વાંચો :-