ફાઈનલ મેચમાં PM મોદી સહિત ૧૦૦થી વધું VVIP મહેમાનો આવશે અમદાવાદ

Share this story

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે રમાનારી વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આવતીકાલે એટલે કે રવિવારે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડકપની ફાઇનલ મેચને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેચ જોવા માટે સ્ટેડિયમમાં ૧ લાખથી વધુ પ્રેક્ષકો આવવાની શક્યતા છે. જેને લઈ હવે AMC દ્વારા AMTS અને BRTSની વધારાની બસો દોડાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આવતીકાલે મેચ નિહાળવા માટે VVIP લોકો આવશે. જેને લઈ અમદાવાદ પોલીસનો મોટો કાફલો આવતીકાલે બંદોબસ્તમાં ગોઠવાશે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે અમદાવાદ આવશે. આ સાથે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ અમદાવાદ આવશે. ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન પણ અમદાવાદ આવશે. આ સથે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ પણ આવશે. સિંગાપોર, યુએસ, UAE ના બ્રાન્ડ એમ્બેસેડર મેચ જોવા આવશે.

વર્લ્ડકપના મહામુકાબલામાં મહારથીઓ રહેશે હાજર

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • ગૃહમંત્રી અમિત શાહ
  • ગૃહ રાજ્ય મંત્રી
  • ઓસ્ટ્રેલિયાના નાયબ વડાપ્રધાન અને ઓસ્ટ્રેલિયન ડેલીગેશન
  • સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ અને ફોર્મર જસ્ટિસ
  • સિંગાપોર, યુએસ, UAEના એમ્બેસેડર
  • 8થી વધુ રાજ્યોના CM
  • ઉદ્યોગપતિ : લક્ષ્મી મિત્તલ અને તેમનો પરિવાર, નીતા અંબાણી અને તેમનો પરિવાર
  • કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિ આદિત્ય સિંધિયા
  • RBIના ગવર્નર
  • ગુજરાત, તમિલનાડુ અને અનેક રાજ્યના મંત્રીઓ
  • તમિલનાડુના મિનિસ્ટર ફોર યુથ વેલ્ફર ઉદયનિધિ
  • બોલીવુડ કલાકારો :  અક્ષય કુમાર, અજય દેવગન આવશે. આ સિવાય અમિતાભ બચ્ચન, રજનીકાંત, કમલ હાસન, મોહનલાલ, વેંકટેશ, નાગાર્જુન અને રામચરણ આવે તેવી શક્યતા

આ તરફ ઉદ્યોગપતિ લક્ષ્મી મિત્તલ પરિવાર સાથે અમદાવાદ આવશે. આ સાથે આસામના CM, મેઘાલયના CM, કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધિયા પણ અમદાવાદ આવનાર છે. આ સાથે RBIના ગવર્નર, ગુજરાત, તમિલનાડુ અને અનેક રાજ્યના મંત્રીઓ પણ અમદાવાદ આવશે. તમિલનાડુના મિનિસ્ટર ફોર યુથ વેલ્ફર ઉદયનિધિ અને ઉદ્યોગપતિ નીતા અંબાણી પરિવાર સાથે અમદાવાદ આવશે. આ સાથે ફિલ્મી કલાકાર અને ઉદ્યોગકારો પણ વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા અમદાવાદ આવશે.

આ પણ વાંચો :-