ગાઝા પટ્ટીથી ઈઝરાઇલ પર હુમલો કરનાર આતંકી સંગઠન હમાસ કેટલું ખતરનાક અને બર્બર છે તેનો ખુલાસો તેના જ આતંકીઓએ કર્યો છે. ઝડપાયેલા આતંકવાદીઓએ કબૂલાત કરી હતી કે, તેમને ઈઝરાઇલી બાળકો, મહિલાઓ અને પુરુષો પર એવી રીતે અત્યાચાર કરવાની સૂચના આપવામાં આવી હતી કે માનવતાનો આત્મા ધ્રૂજે ઉઠે. ઈઝરાઇલ સિક્યોરિટીઝ ઓથોરિટીએ એક વીડિયો ક્લિપ શેર કરી છે તેમાં હમાસના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબરના રોજ દક્ષિણ ઈઝરાઇલમાં થયેલા જીવલેણ આતંકવાદી હુમલામાં તેમની સક્રિય સંડોવણીની કબૂલાત કરી હતી. પૂછપરછમાં હમાસના આતંકીઓએ કબૂલ કર્યું કે તેમને દરેક ઈઝરાઇલી કેદીના બદલામાં ૧૦ હજાર ડોલર અને ઘરનું વચન અપાયું હતું.
કમાન્ડરે અમને ઈઝરાઇલીઓના માથા વાઢવાનું અને તેમની સાથે જે પણ કરવું હોય તે કરવાનું કહ્યું હતું. વીડિયોમાં હમાસના એક આતંકવાદીને કથિત રીતે કહેતા સાંભળી શકાય છે કે, “જે પણ બંધકોનું અપહરણ કરીને ગાઝા લાવશે તેને ૧૦,૦૦૦ ડોલરનું સ્ટાઈપેન્ડ અને એક એપાર્ટમેન્ટ મળશે. તેને એમ કહેતા પણ સાંભળવામાં આવે છે કે તેના હેન્ડલર્સે તેને ખાસ કરીને વૃદ્ધ મહિલાઓ અને બાળકોનું અપહરણ કરવાની સૂચના આપી હતી. એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, “અમને ઘરોમાં લૂંટ ચલાવવા અને બંધક બનાવવા માટે શક્ય તેટલા લોકોનું અપહરણ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં આતંકવાદીને આગળ કહેતા સાંભળી શકાય છે, “તેનો કૂતરો બહાર આવ્યો અને મેં તેને ગોળી મારી દીધી. તેનો મૃતદેહ જમીન પર પડ્યો હતો, મેં તેને પણ ગોળી મારી દીધી. કમાન્ડરે મારા પર બૂમ પાડી અને કહ્યું, ‘હું એક શબ પર ગોળીઓ વેડફી રહ્યો છું.’ હમાસના અન્ય એક આતંકવાદીએ જણાવ્યું હતું કે, પોતાના બોસના આદેશનું પાલન કર્યા બાદ તેણે બે મકાનો સળગાવી દીધા હતા. અમે જે કરવા આવ્યા હતા તે પૂરું કર્યું અને પછી બે મકાનો બાળી નાખ્યા. હમાસના એક આતંકવાદીએ કહ્યું, “અમે જીપમાં કિબુત્ઝ આવ્યા હતા. અમે ઘરોના ઓરડાઓ ખોલ્યા અને જ્યાં સુધી બધું પૂરું ન થાય ત્યાં સુધી ત્યાં એક પછી એક હુમલાને અંજામ આપ્યો. અમે ગ્રેનેડ ફેંક્યા, ગોળીઓ ચલાવી. અમારો ઉદ્દેશ એક જ હતો – દરેકને ખતમ કરી નાખવાનો. અમને સ્પષ્ટ સૂચના હતી કે ઘરમાં જે પણ હોય, બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, સ્ત્રી હોય, બધાને મારવા પડે.
આ પણ વાંચો :-