Wednesday, Nov 5, 2025

હાર્ટ એટેકને લઇ ICMRના રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

2 Min Read

કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે યુદ્ધના ધોરણે દેશભરમાં રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં ૨ અબજથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. જો કે આ પછી યુવાનોમાં હાર્ટ એટેકના વધતા જતા કેસોને કારણે રસી પર સવાલો ઉઠવા લાગ્યા હતા. આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકતા ICMRએ પ્રતિક્રિયા આપી છે. ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે કે, રસી અને અચાનક મૃત્યુ વચ્ચેનો કોઈ સંબંધને નથી.  ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -૧૯ રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.

ICMRએ કહ્યું છે કે, કોવિડ-૧૯ પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી પરિવારમાં અચાનક મૃત્યુના જૂના કેસો અને જીવનશૈલીમાં ફેરફારને કારણે અચાનક મૃત્યુની શક્યતા વધી ગઈ છે. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે જો વેક્સીનનો ઓછામાં ઓછો એક ડોઝ લેવામાં આવે તો કોરોના વાયરસના કારણે મૃત્યુનું જોખમ ઘટી જાય છે. આ સિવાય ICMRએ અભ્યાસમાં જણાવ્યું છે કે કોવિડને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનો ઇતિહાસ પરિવારમાં અચાનક મૃત્યુનો રેકોર્ડ, દારૂ પીવો, મૃત્યુના ૪૮ કલાકની અંદર ડ્રગ્સ લેવાનું અથવા મૃત્યુના ૪૮ કલાક પહેલા જોરદાર કસરત કરવી જેવા વિવિધ કારણો હોઈ શકે છે. ICMRએ ૧ ઓક્ટોબર ૨૦૨૧થી ૩૧ માર્ચ ૨૦૨૩ દરમિયાન આ અભ્યાસ હાથ ધર્યો હતો.

દેશની કુલ ૪૭ હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત ૧૮ થી ૪૫ વર્ષની વયના લોકો જે દેખાતી રીતે સ્વસ્થ હતા. તેઓએ આ અભ્યાસમાં ભાગ લીધો હતો. તેમાંથી એક પણ વ્યક્તિ લાંબી બીમારીથી પીડિત ન હતી. અભ્યાસમાં માહિતી મળી છે કે જે લોકોએ રસીના બે ડોઝ લીધા હતા. અચાનક મૃત્યુનું જોખમ ઘણું ઓછું હતું.

આ પણ વાંચો :-

Share This Article