સુરત શહરમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમા પતિ પત્ની અને પુત્રએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. આ અંગે એસીપી ડી.એસ. પટેલે જણાવ્યું છે કે, 7 તારીખે રાત્રીના આશરે 12 વાગ્યાની આસપાસ આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં મૃત જાહેર કર્યા હતા
એસીપી ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે ગયી કાલે અમરોલી પોલીસ મથકમાં પારુલબેન જયંતીભાઈ કેશુભાઈ સંચાણીયાએ જાહેરાત આપી હતી કે એમના સબંધી પરિવાર સાથે સી-202 એન્ટેલીયામાં રહે છે એ કર્ષ ભરતભાઈ સિંચાણીયા, વનિતાબેન ભરતભાઈ સિંચાણીયા અને ભરતભાઈ દિનેશભાઈ સિંચાણીયા એમ માતા-પિતા અને એનો દીકરો સામુહિક રીતે દવા પીને આત્મ હત્યા કરી લીધી છે. ગત 7 તારીખે રાત્રીના આશરે 12 વાગ્યાની આસપાસ આ લોકોએ અગમ્ય કારણોસર દવા પી લીધી હતી અને તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં મૃત જાહેર કર્યા હતા.
આ બનાવની વિગત એવી છે કે આ પરિવારે પોતાનો ફ્લેટ બીજાને વેચાણે આપવાનું નક્કી કરીને પૈસા લીધેલા હતા અને એ પૈસાની ઉઘરાણીના કારણે અને આ ફ્લેટ પર લોન હતી અને લોન ભરપાઈ નહીં થવાના કારણે બેંકનું પણ પ્રેશર હતું જે વેચાણે લેનાર પાર્ટીને ખબર ન હતી, અને એમને ખબર પડી એટલે આમની પાસે પૈસાની ઉઘરાણી કરતા હતા. બેંકનું પ્રેશર હતું અને બેંકના કારણે એમનો ફ્લેટ જાય એમ હતો એટલે સુસાઈડ નોટ લખી પરિવારે સામુહિક આત્મ હત્યા કરી લીધો છે. આ બનાવ અંગે અમરોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે. વધુમાં જણાવ્યું હતું કે હર્ષ ભરતભાઈ સિંચાણીયા બેંકનું લોનનું કામકાજ કરતા હતા અને એમના પિતા સિક્યુરીટીનું કામ કરતા હતા જયારે માતા હાઉસ વાઈફ હતા.