દેશની સંસદને દેશના સામાન્ય નાગરિકોનો અવાજ કહેવામાં આવે છે. ૬ થી ૭ લાખ લોકોનું પ્રતિનિધિત્વ કરતા સાંસદો સંસદમાં પહોંચે છે. તેઓ દેશના સર્વોચ્ચ ગૃહમાં તેમના વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ ઉઠાવે છે. અલબત્ત, સાંસદોની આ કામગીરીને પણ જવાબદાર ગણવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર સંસદમાં કેટલાક સાંસદ એવા છે જેમણે પોતાના ૫ વર્ષના કાર્યકાળ દરમિયાન ગૃહમાં એક પણ ભાષણ આપ્યું નથી અને બસ ચૂપ બેસી રહે છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ સની દેઓલ અને તૃણમૂલ કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હાનો પણ સમાવેશ થાય છે.
આ લિસ્ટમાં આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહા, યુપીના બસપાના સાંસદ અતુલ રાય અને કર્ણાટકના બીજેપી સાંસદ રમેશ સી જીગજીગાનીના નામ પણ સામેલ છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ સંસદ સભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ ૨૦૨૨માં આસનસોલ પેટાચૂંટણીમાં શત્રુઘ્ન સિંહા ચૂંટાયા હતા. લોકસભા ચૂંટણી જીત્યા પછી અતુલ રાય એક અપરાધિક કેસમાં જેલમાં ગયા, જ્યાંથી ઓગસ્ટ ૨૦૨૩ના મહિનામાં ચાર વર્ષ પછી તેમને મુક્ત કરવામાં આવ્યા. આ સિવાય જીગજીગાની નાદુરસ્ત તબિયતના કારણે ગૃહની કાર્યવાહીમાં સક્રિય રહી શક્યા ન હતા.
લોકસભા સ્પીકર બન્યા બાદ ઓમ પ્રકાશ બિરલાએ પહેલી વાર સાંસદ બનેલા સભ્યોનું એક લિસ્ટ બનાવ્યું હતું. તેમણે દરેકને ઓછામાં ઓછા એકવાર સંસદમાં બોલવા માટે પ્રેરિત કર્યા હતા. તેમ છતાં એવા ઘણા સાંસદ રહ્યા કે જેઓ વર્ષ ૨૦૧૯ થી લઈને ૨૦૨૪ વચ્ચે સંસદમાં એક પણ ભાષણ નથી આપી શક્યા.
આ પણ વાંચો :-