કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયકની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો.કસ્ટમ્સ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં શશિ થરૂરના સહાયકની ધરપકડ કરી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
આ મામલા વિશે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના સહાયક શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે.
દિલ્હી કસ્ટમ્સ વિભાગે શશિ થરૂરના સહાયક શિવકુમારની ધરપકડ કરી છે. કસ્ટમ્સે સોનાની દાણચોરીના કેસમાં શિવકુમારની ધરપકડ કરી છે. અહેવાલોમાં કસ્ટમ સૂત્રોને ટાંકીને જણાવ્યા મુજબ, શશિ થરૂરના સહાયક શિવ કુમાર IGI એરપોર્ટ પર તેના એક માણસ પાસેથી વિદેશથી લાવેલું સોનું લઈ રહ્યો હતો. પછી કસ્ટમ વિભાગે તેને પકડી લીધો.
મળતી માહિતી મુજબ, શશિ થરૂરના સહાયક શિવકુમાર પાસેથી મળી આવેલા સોનાની કિંમત લગભગ ૩૦ લાખ રૂપિયા છે. તે દુબઈથી આવી રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. હવે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેની પૂછપરછ કરી છે. તેમને પૂછવામાં આવ્યું છે કે, આ સોનાનો સ્ત્રોત શું છે. તે આ સોનું ભારત શા માટે લાવી રહ્યો હતો?
આ પણ વાંચો :-