Saturday, Sep 13, 2025

શશી થરૂર થઈ ગયાં મોદી સરકારના આ કામથી ખુશ, કરી દીધી મોટી વાત

3 Min Read
Shashi Tharoor
  • Shashi Tharoor News : શશી થરૂરે કહ્યું, મેં ટવિટ કરીને કહ્યું હતું અને સરકારે માની લીધું, આ સાથે તેમણે કહ્યું કે, વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

ભારતીય રેલ્વે વંદે ભારત ટ્રેન (Vande Bharat Train) નેટવર્કને ઝડપથી વિસ્તરણ કરવામાં વ્યસ્ત છે. આ શ્રેણીમાં હવે દક્ષિણના રાજ્ય કેરળને (Kerala) પ્રથમ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. આ તરફ હવે તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના નેતા શશિ થરૂરે (Congress leader Shashi Tharoor) આ અંગે ખુશી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) આ મહિનાના અંતમાં વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી શકે છે. મહત્વનું છે કે શશી થરૂરે કહ્યું કે વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કોંગ્રેસના નેતા શશિ થરૂરે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવેલી પોતાની ટ્વીટને શેર કરતા થરૂરે લખ્યું હતું કે, મને ખુશી છે કે અશ્વિની વૈષ્ણવે 14 મહિના પહેલા જે સૂચન કર્યું હતું તે કર્યું. 25મીએ તિરુવનંતપુરમથી નરેન્દ્ર મોદીની પ્રથમ ટ્રેનને લીલી ઝંડી બતાવવાની રાહ જોઈ રહ્યા છીએ. વિકાસને રાજકારણથી ઉપર રાખવો જોઈએ.

કયા માર્ગ ઉપર દોડશે વંદે ભારત ? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 એપ્રિલ 2023ના રોજ તિરુવનંતપુરમથી કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે . કેરળ વંદે ભારત ટ્રેન 501 કિલોમીટરનું અંતર કાપશે જે કુલ 7.5 કલાકમાં પૂર્ણ થશે. કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનનો રૂટ પણ સામે આવી ગયો છે. આ ટ્રેન તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચે દોડશે. રસ્તામાં આ ટ્રેન કોલ્લમ, કોટ્ટયમ, એર્નાકુલમ ટાઉન, થ્રિસુર, તિરુર, કોઝિકોડ સ્ટેશનો પર ઉભી રહેશે.

આ કારણે પૂર્ણ ગતિમાં નહીં દોડે વંદે ભારત :

આ ટ્રેનની મહત્તમ સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે. પરંતુ કેરળમાં અયોગ્ય રૂટને કારણે તે ઘણી જગ્યાએ ધીમી ચાલશે. તેમણે જણાવ્યું કે, કાસરગોડ અને તિરુવનંતપુરમ વચ્ચે ટ્રેનની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક છે, પરંતુ અન્ય ઘણા ભાગોમાં તે 70 થી 80 કિમી થઈ જાય છે. કેરળમાં ત્રણ તબક્કામાં ટ્રેકને અપગ્રેડ કરવામાં આવશે. આ માટે 351 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

દેશમાં કેટલી વંદે ભારત ટ્રેન ? 

અત્યાર સુધી દેશમાં કુલ 15 વંદે ભારત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે 100 ટકા સ્વદેશી ટેક્નોલોજીથી બનેલી છે. આ ટ્રેન પહેલીવાર વર્ષ 2019માં દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન PM મોદીની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. આ ટ્રેન 100 ટકા એર કન્ડિશન્ડ છે. તેમાં જીપીએસ સિસ્ટમ, વાઈફાઈ, ઓટોમેટિક ડોર વગેરે જેવી ઘણી સુવિધાઓ છે.

આ પણ વાંચો :-

Share This Article