Friday, Oct 24, 2025

ગ્રેમી એવોર્ડ્સમાં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને વગાડ્યો ભારતનો ડંકો

2 Min Read

લૉસ એન્જલસમાં ગઈકાલે એટલે કે ૬૬મા ગ્રેમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષના ગ્રેમી એવોર્ડ્સમાં નેશનલથી લઈને ઈન્ટરનેશનલ સિગર્સનો જલવો રહ્યો છે. ગ્રેમી એવોર્ડ્સ ૨૦૨૪માં શંકર મહાદેવન અને ઝાકિર હુસૈને બેસ્ટ ગ્લોબલ મ્યૂઝિક આલ્બમનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ ઉપરાંત ૬૬મા ગ્રેમી એવોર્ડ્સમાં સિંગર ટેલર સ્વિફ્ટ, માઈલી સાયરસ, ઓલિવિયા રોડ્રિગો અને લાના ડેલ રેનો પણ દબદબો રહ્યો છે. શંકર મહાદેવન, ઝાકિર હુસૈન, સેલ્વગણેશ વિનાયકરામ, ગણેશ રાજગોપાલન સંગીતકારોએ ૬૬માં ગ્રેમી એવોર્ડ્સમાં પોતાનો જલવો દેખાડ્યો છે.

શંકર મહાદેવન અને ઝાકિર હુસૈનના બેન્ડ શક્તિએ ‘ધીસ મોમેન્ટ‘ માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો એવોર્ડ જીત્યો હતો. ગ્રેમીએ એક્સ પર પોસ્ટ શેર કરીને લખ્યું, ‘બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમ વિજેતા – ‘ધીસ મોમેન્ટ‘ શક્તિને અભિનંદન.’ ભારતીય સંગીતકાર અને ગ્રેમી વિજેતા રિકી કેજે સ્ટેજ પર તેમના સ્વીકૃતિ ભાષણનો વીડિયો શેર કરીને બેન્ડને અભિનંદન પાઠવ્યા હતા.

શંકર મહાદેવને તેમના ભાષણમાં તેમની પત્નીને સતત સાથ આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું, ભગવાનનો આભાર, પરિવાર, મિત્રો અને ભારતનો આભાર. અમને તમારા પર ગર્વ છે ભારત. સૌથી છેલ્લે, હું આ એવોર્ડ મારી પત્નીને સમર્પિત કરવા માંગુ છું, જેને મારા સંગીતનું દરેક સ્વર સમર્પિત છે. આ દરમિયાન માઇલી સાયરસ, ડોજા કેટ, બિલી ઇલિશ, ઓલિવિયા રોડ્રિગો અને ટેલર સ્વિફ્ટને પછાડી તેના હિટ ફ્લાવર્સ માટે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ માટેનો પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો.

આ પણ વાંચો :-

Share This Article