કચ્છ જિલ્લાના બેલા વિસ્તારમાં આજે વહેલી સવારે ભૂકંપની ઝટકા અનુભવાયા હતા. સવારે આશરે 5:59 વાગ્યે 3.1ની તીવ્રતાવાળો આંચકો નોંધાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા મળેલી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ બેલાથી લગભગ 7 કિલોમીટર દૂર હતું. હળવા આંચકાઓ હોવાને કારણે કોઈ જાનહાનિ કે નુકસાનના અહેવાલ મળ્યા નથી.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે જમીન થોડા સેકન્ડ માટે ધ્રૂજી ઉઠી હતી, જેના કારણે લોકોમાં થોડી ભીતિ ફેલાઈ હતી. ભૂકંપ બાદ જિલ્લા વહીવટીતંત્ર સતર્ક બન્યું છે અને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતાનો અંદાજ કેવી રીતે લગાવી શકાય?
- 0 થી 1.9: સીસ્મોગ્રાફથી મળતી માહિતી
- 2 થી 2.9: ખૂબ જ ઓછું કંપન જાણવા મળે છે
- 3 થી 3.9: એવું લાગે કે કોઈ ભારે વાહન પાસથી પસાર થયું
- 4 થી 4.9: ઘરમાં રાખેલું સામાન તેની જગ્યાએથી નીચે પડી શકે
- 5 થી 5.9: ભારે સામાન અને ફર્નિચર પણ હલી શકે
- 6 થી 6.9: ઈમારતનો પાયો ફટી શકે
- 7 થી 7.9: ઈમારતો તૂટી પડે
- 8 થી 8.9: સુનામીનું જોખમ, વધુ વિનાશ
- 9 અથવા વધુ: સૌથી ભયાનક વિનાશ, ધરતીનું કંપન સ્પષ્ટ અનુભવાય