સુરતના અશ્વિનીકુમાર ફૂલપાડા વિસ્તારના ક્રિષ્ના કોમ્પલેક્ષમાં ગેસ ગળતર બાદ સિલિન્ડર બ્લાસ્ટ થયો છે. આ સિલિન્ડર બ્લાસ્ટમાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાંથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યુ છે. આ દુર્ઘટના આજે સવારે સાત વાગે ઘટી હતી. બ્લાસ્ટ બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
ક્રિષ્ના કોમ્પલેક્સમાં ગેરકાયદેસર ચાલતા લોજમાં આજે વહેલી સવારે ગેસ ગળતર થયુ હતુ. જે બાદ અચાનક જ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં સાત જેટલા લોકો દાઝી ગયા છે. જેમાથી બે લોકો ગંભીર હોવાનું જાણવા મળી રહ્યુ છે. ગેસ લીકેજ અને ત્યારબાદ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં કાપોદ્રા, કતારગામ અને ડભોલી ફાયર સ્ટેશનની ટીમ સ્થળ પર પોહચીને આગ બુઝાવવાની કામગીરી કરી હતી.
દાઝેલા યુવકોના નામઃ અનંત પાસવાન, બલરામ પાસવાન, મિથુન પાસવાન, સાગર પાસવાન, બાદલ પાસવાન, ચંગોરા પાસવાન અને પ્રદ્યુમન પાસવાન
આજે સવારે અહીં જમવાનું બની રહ્યુ હતુ તે દરમિયાન ગેસ ગળતર થયુ હતુ. ગેસ ગળતર બાદ બ્લાસ્ટ થતા અહીં કામ કરતા સાત જેટલા શ્રમિકો દાઝી ગયા હતા. ફાયર વિભાગે અહીંથી બેથી ત્રણ ગેસના સિલિન્ડર પણ કબજે કર્યા હોવાનું સામે આવ્યુ છે. આ ઘટનામાં એફએસએલની મદદ પણ લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો :-