HomeNationalદિલ્હીમાં સ્કૂલને ફરી મળી બોંબની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

દિલ્હીમાં સ્કૂલને ફરી મળી બોંબની ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક શાળાને ફરી એકવાર બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી દક્ષિણ દિલ્હીના ગ્રેટર કૈલાશ વિસ્તારની એક ખાનગી શાળાને ઈમેલ દ્વારા આપવામાં આવી છે. શાળાને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા અરાજકતાનો માહોલ સર્જાયો હતો. શાળા પ્રશાસને પોલીસને જાણ કરી હતી. પોલીસે ડોગ સ્કવોડની ટીમ સાથે શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Delhi-NCR School Bomb Threat: ધમકીભર્યા ઈમેઈલને ટ્રેસ કરવામાં આવ્યો, AAPએ ભાજપ પર લગાવ્યા ગંભીર આરોપ -

શાળા પ્રશાસને તરત જ દિલ્હી પોલીસને આ બાબતની જાણ કરી હતી. પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચીને શાળામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શાળામાં બોમ્બ હોવાના સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે. ઝીણવટભરી તપાસ બાદ શાળાના પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

પોલીસે જણાવ્યું કે, શાળાને અડધી રાત્રે ધમકીનો મેલ મળ્યો હતો. ઈમેલમાં કહેવામાં આવ્યું છે કે, શાળાના પરિસરમાં બોંબ મુકવામાં આવ્યો હતો. જેને પગલે બોંબ ડિટેક્શન ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. તપાસ માટે ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું કે વધુ તપાસ ચાલી રહી છે. જે ડોમેઈન પરથી ધમકીભર્યો મેઈલ મોકલવામાં આવ્યો છે. તેની ચકાસણી કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે ઘણી શાળાઓને ધમકીભર્યા મેલ આવી ચૂક્યા છે. આ ધમકીભર્યો મેલ પણ આ જ ડોમેનમાંથી આવ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories