HomeGujaratગુજરાતમાં સ્કૂલ ઓટો-વાનના ભાડામાં વધારો: નવા શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયું રેટ...

ગુજરાતમાં સ્કૂલ ઓટો-વાનના ભાડામાં વધારો: નવા શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયું રેટ લિસ્ટ

Date:

Related stories

iPhone 18 Pro vs iPhone 17 Pro: 7 મોટા અપગ્રેડથી જાણો કયો iPhone બેસ્ટ

નવો iPhone ખરીદવાનો પ્લાન હોય અને તમારી સામે iPhone...

Vitamin Cના નામે શું મોકલાતું હતું? સુરતના બિઝનેસમેનને અમેરિકામાં સાડા 4 વર્ષની જેલ

સુરતના કેમિકલ બિઝનેસમેનનું નામ અમેરિકાના ફેન્ટેનિલ નેટવર્ક સાથે જોડાયા...

અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી, ઝાયડસ સ્કૂલમાં રજા જાહેર

અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં...

Appleના નવા Foldable Phone પર Samsungનો કટાક્ષ!

એપલના પ્રથમ ફોલ્ડેબલ iPhone Duoના લોન્ચ સાથે જ ટેક...
spot_img

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27 નો ધમાકેદાર પ્રારંભ થયો છે. ઉનાળાના 35 દિવસના લાંબા વેકેશન બાદ આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યની ગલીઓ સ્કૂલ બસ, યુનિફોર્મ અને બાળકોના કલરવથી ગુંજી ઉઠી હતી. પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલક, ગુલાબના ફૂલ અને ચોકલેટ આપીને વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે બપોરે વાલીઓને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સ્કૂલ વાનમાં ₹200 અને રિક્ષાના ભાડામાં ₹100નો વધારો કરાયો છે, અમદાવાદમાં સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલ અને CNG ગેસના ભાવમાં વધારો થતા સ્કૂલ વર્ધી એસોસિએશન દ્વારા ભાડામાં પણ વધારો કરવામાં આવ્યો છે. આજે સ્કૂલ વર્ધી એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાના ભાડામાં 100 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

ભાડા પત્રક સરખામણી કોષ્ટક

સ્કુલ રિક્ષાનું જુનુ ભાડું (2024)સ્કુલ રિક્ષા નવું ભાડું (2026)સ્કુલ વેન જુનુ ભાડું (2024)સ્કુલ વેન નવું ભાડું (2026)
1 કિલોમીટર (750 રૂપિયા)1 કિલોમીટર (850 રૂપિયા)1 કિલોમીટર (1200 રૂપિયા)1 કિલોમીટર (1400 રૂપિયા)
2 કિલોમીટર (850 રૂપિયા)2 કિલોમીટર (950 રૂપિયા)2 કિલોમીટર (1400 રૂપિયા)2 કિલોમીટર (1600 રૂપિયા)
3 કિલોમીટર (950 રૂપિયા)3 કિલોમીટર (1050 રૂપિયા)3 કિલોમીટર (1600 રૂપિયા)3 કિલોમીટર (1800 રૂપિયા)
4 કિલોમીટર (1050 રૂપિયા)4 કિલોમીટર (1150 રૂપિયા)4 કિલોમીટર (1800 રૂપિયા)4 કિલોમીટર (2000 રૂપિયા)
5 કિલોમીટર (1150 રૂપિયા)5 કિલોમીટર (1250 રૂપિયા)5 કિલોમીટર (2000 રૂપિયા)5 કિલોમીટર (2200 રૂપિયા)

Subscribe

Latest stories

spot_img