Friday, Oct 24, 2025

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ, વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી

2 Min Read

આજે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે રાજ્યના કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર રાષ્ટ્રીય એક્ત દિવસ નિમિત્તે વડાપ્રધાન મોદીએ સ્ટેય્યુ ઓફ યુનિટી ખાતે દેશને એકતાના શફથ લેવડાવ્યા હતા અને સુરક્ષા દળોનું અભિવાદન સ્વીકાર્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે સરદાર વલ્લભાઈ પટેલની અદમ્ય ભાવના, દૂરંદેશી નેતૃત્વ અને અસાધારણ સમર્પણને યાદ કરીએ છીએ જેની સાથે તેમણે રાષ્ટ્રનું ભાગ્ય ઘડ્યું હતું. રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા આજે પણ આપણને માર્ગદર્શન આપે છે અને આપણે હંમેશા તેમના ઋણી રહીશું.

દેશમાં દર વર્ષે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી રાષ્ટ્રીય એક્તા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે તેમણે નર્મદા જિલ્લાના કેવડિયામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એક્તા પરેડ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય વડાપ્રધાનના હસ્તે ત્રણ પ્રવાસન પ્રોજેક્ટ અને ત્રણ ઈન્ફ્રાસ્ટ્રકચર તેમજ પાંચ ગ્રીન ઈનિશિયટીવ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમૂર્હુત કરશે.

આ પણ વાંચો :-

Share This Article