Friday, Oct 24, 2025

સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈના નામે ફરી મળી ધમકી

2 Min Read

અભિનેતા સલમાન ખાનને ફરી એક વાર ધમકી મળી છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર એક ધમકીભર્યો મેસેજ આવ્યો છે, જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મનીનો અંત લાવવા અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આને હળવાશથી ન લો નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે.

How Baba Siddique's Death Is Related To Shootout Outside Salman Khan's House - Oneindia News

આ મામલામાં મુંબઈ પોલીસનું કહેવું છે કે, આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવશે. આ અંગે ક્રાઈમ બ્રાંચની ટીમને પણ જાણ કરવામાં આવી છે. ધમકી આપનાર વ્યક્તિની ઓળખ કરવામાં આવી રહી છે. ધમકીભર્યા મેસેજમાં તેને હળવાશથી ન લેવાનું કહ્યું છે. જો સલમાન ખાને જીવિત રહેવું હોય અને લોરેન્સ બિશ્નોઈ સાથેની દુશ્મની ખતમ કરવી હોય તો તેણે 5 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. જો પૈસા નહીં આપવામાં આવે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ ધમકી બાદ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘરની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. અભિનેતાની સુરક્ષા અગાઉની ધમકીઓથી ઉચ્ચ ચેતવણી પર છે અને આ લેટેસ્ટ અપડેટએ તેની સલામતી અંગે નવી ચિંતાઓ ઊભી કરી છે.

પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ દરમિયાન ગુનાખોરીમાં કદમ માંડનાર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બીજા રાજ્યોની પોલીસને આપવામાં આવતી નથી. પ્રતિબંધ મુકાયો હોવાથી પંજાબ સહિતના રાજ્યોની પોલીસે સાબરમતી જેલમાં જ આવીને લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવી પડે છે. જો કે, આ માટે એન્કાઉન્ટર કરાવી નંખાય તેવો ખતરો બતાવી બિશ્નોઈને કાયદાકીય સુરક્ષા કવચ પુરૂં પાડવામાં આવી રહ્યું છે. બાબા સિદ્દિકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે સ્વિકારી છે.

મુંબઈ પોલીસ હજુસુધી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી મેળવી શકી નથી કે પૂછપરછ કરવા માટે પણ આવી નથી. આવા કેદીની અન્ય જેલમાં ટ્રાન્સફર કરવાથી કાયદો અને વ્યવસ્થાને અસર પહોંચી શકે તેવા મુદ્દે લદાયેલો પ્રતિબંધ મુંબઈમાં હત્યા અને કેનેડાની સરકારે ઉઠાવેલાં સવાલો પછી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

આ પણ વાંચો :-

Share This Article