Friday, Oct 24, 2025

હિમાચલ પ્રદેશમાં મંડીની બોર્ડર પાસે માર્ગ અકસ્માત, ૬ મજૂરોના મોત, ૬ ઘાયલ

1 Min Read

હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લામાંથી ભયાનક રોડ અકસ્માત થયો. આ અકસ્માતમાં છ મજૂરના મોત થયા છે અને અન્ય છ ઘાયલ થયા છે. પરંતુ પોલોસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને નજીકની સુન્ની હૉસ્પિટલમાં સારવારમાટે દાખ કરવામાં આવ્યા હતા, એમ સ્થાનિક પોલીસે જણાવ્યું હતું. શિમલાના એએસપી નવદીપ સિંહે આ માર્ગ અકસ્માતની ઘટનાની પુષ્ટિ કરી છે.

હિમાચલના શિમલાથી ૫૦ કિલોમીટર દૂર મંડીની બોર્ડર પર સુન્નીના કાદરઘાટમાં થઈ હતી. પીકઅપમાં ડ્રાઈવર સહિત ૧૨ લોકો કાદરઘાટના બજાર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાદરઘાટથી થોડે દૂર પીકઅપ વાન ઊંડી ખાઈમાં પડી હતી. આ પીક અપ વાનમાં મજૂરો હતા અને તેઓ કામધંધાના સ્થળે જઇ રહ્યા હતા, તે સમયે આ અકસ્માત થયો હતો.

પ્રાથમિક સારવાર બાદ અન્ય ઘાયલોને IGMC શિમલામાં રીફર કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે.

Share This Article