વરિષ્ઠ ઉદ્યોગપતિ અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રૂટિન ચેક આપ માટે ગયા હતા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેઓને ICU વોર્ડમાં એડમીટ કરવામાં આવ્યા છે. પણ તે વાત અફવા નીકળી છે, આ અંગે રતન ટાટાએ પોસ્ટ શેર કરી ખુલાસો કર્યો છે તબિયત હેમખેમ હોવાની વાત કરી છે.
આ પહેલા એવા સમાચાર આવ્યા હતા રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનું બ્લડ પ્રેશર ઓછું થઈ ગયું હતું. તેમને આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં જાણીતા તબીબોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે.
રતન નવલ ટાટા, એક ભારતીય ઉદ્યોગપતિ, રોકાણકાર, પરોપકારી અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન છે. તેઓ ટાટા ગ્રુપના ચેરમેન રહી ચૂક્યા છે. તેમને ભારતના બે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો, પદ્મ વિભૂષણ (2008) અને પદ્મ ભૂષણ (2000) એનાયત કરવામાં આવ્યા છે. તેઓ પ્રતિષ્ઠિત કેથેડ્રલ અને જ્હોન કોનન સ્કૂલ, બિશપ કોટન સ્કૂલ (શિમલા), કોર્નેલ યુનિવર્સિટી અને હાર્વર્ડના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.
આ પણ વાંચો :-