રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.
શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્યક્ષ મહિપાલ મકરાણા રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્યા હતા.
કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મળત્યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્ચે રાષ્ટ્રીય કરણી સેના પર વર્ચસ્વને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે. જ્યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે, તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગનો આરોપ લગાવ્યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદૂકધારીએ બંદૂકના બટથી હુમલો કર્યો, જેમાં મકરાનાને ઈજા થઈ છે.
આ પણ વાંચો :-