Sunday, Sep 14, 2025

રામભદ્રાચાર્યએ કહ્યું, ‘સરકારોને જાતિના આધારે અનામત ખતમ કરીને આર્થિક આધાર પર આપવું જોઇએ’

2 Min Read

જયપુરમાં કથા કહેવા આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે શત પ્રતિશત નંબર લાવીને સવર્ણ બાળક જુતા સીવે અને ચાર ટકા લાવીને એસસીનો બાળક નોકરી મેળવે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે અને તમામ ભારતીય છે.

રામભદ્રાચાર્ય એટલે જ નહોતા અટક્યા તેમણે કહ્યું કે, શત પ્રતિશત નંબર લાવીને સવર્ણનો બાળક જુતા સીવશે અને એસસી અને એસટીનો બાળક ચાર ટકા લાવીને નોકરી મેળવશે. તેને સમાપ્ત કરવું જ પડશે અને તે થશે. કોઇ SC,ST,OBC નહીં તમામ હિંદુ એક છે, તમામ ભારતીયો એક છે. આર્થિક આધારે અનામત કરી દો. ત્યારે આ જાતિવાળુ ગૃહ યુદ્ધ આપોઆપ સમાપ્ત થઇ જશે.

સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું, ‘બ્રાહ્મણ મુખથી નીકળ્યા છે, ક્ષત્રિય હાથથી, વૈશ્ય જાંઘથી અને શુદ્ર ચરણથી. ચરણ પર માથું ઝૂકે છે તો તે અપવિત્ર કેવી રીતે થઈ ગયું. હિન્દુઓમાં કોઈ અછૂત નથી. દેશમાં 80 ટકા હિન્દુ કરવા પડશે પછી તમામ સમસ્યા ખતમ થઈ જશે.

રામભદ્રાચાર્યએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સામે કહ્યું કે, જાણો છો જ્યારે મુખ્યમંત્રીની ચર્ચા ચાલી રહી હતી રાજસ્થાનના સીએમ કોણ બનશે તો મે તેમની પર વાત કરી અને કહ્યું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી બ્રાહ્મણને બનાવો. તમામે કહ્યું કે, કઇ રીતે થશે? વસુંધરાજી કઇ રીતે માનશે? ત્યારે અમે કહ્યું કે, તેમના મોઢેથી જ કહેવડાવો અને આ પ્રકારે મારી સમજથી રાજસ્થાનને પહેલો બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવ્યા. આ પ્રસંગે જગતગુરૂ રામભદ્રાચાર્યએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબુત કરવાની પણ અપીલ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article